fbpx

પ્રાંતિજ મા રસ્તા વચ્ચે ઉઘરાણી કરી મા-બહેન સામે ગાળો બોલી ચપ્પુ મારતા પોલીસ ફરિયાદ થઈ

Spread the love

પૈસા નહી આપોતો બીજીવાર જીવતો રહેવા દઇશુ નહી ધમકીઓ આપી
પ્રાંતિજ મા રસ્તા વચ્ચે ઉઘરાણી કરી મા-બહેન સામે ગાળો બોલી ચપ્પુ મારતા પોલીસ ફરિયાદ થઈ
– બે વિરૂધ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા પોલીસ ફરિયાદ થઈ
– પ્રાંતિજ પોલીસે ગુનોનોંધી આગળની તપાસ હાથ ધરી
           


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે રસ્તા વચ્ચે ઉધરાણી કરી મા-બહેન સામે ગાળો બોલી ચપ્પુ મારી પૈસા નહી આપોતો જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા બે વિરૂધ્ધ પોલીસ ફરિયાદ થઈ


       પ્રાંતિજ પોલીસ સ્ટેશન ઉપર થી મળતી માહિતી મુજબ પ્રાંતિજ ખાતે રહેતા શૈલેષ કુમાર હસમુખભાઈ ભોઇ ના ભાઇ નીતિન ભાઇ હસમુખભાઈ ભોઇ પ્રાંતિજ ખાતે ચાલતા જતા હતા તે દરમ્યાન મહેન્દ્રભાઇ ઈશ્વરભાઈ પ્રજાપતિ તથા ભુરા ભાઇ બે રસ્તામા ઉભારાખી અગાઉ ની ઇંટોના બાકી નિકળતા પૈસાની ઉધરાણી કરી મા બને સામી ગાળો બોલી ભુરાભાઇએ નીચા પાડી દઇ મહેન્દ્રભાઇ એ ચપ્પાથી ખભા પર ઇજાઓ કરતા નિતીનભાઇ એ ચપ્પુ પકડી પાડતા ઝપાઝપી મા માથા પાસે કપાળ તથા કાન ઉપર ધસરકો કરી સામાન્ય ઈજાકરી જો રૂપિયા નહી આપેતો બીજીવાર જીવતો રહેવા દઇશુ નહી તેવી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી ગુનો કરી એકબીજા ની મદદત કરી જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબ ના જાહેરનામ નો ભંગ કરી ગુન્હો કરતા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા ઇજાગ્રસ્ત ના ભાઇ શૈલેષ કુમાર હસમુખભાઈ ભોઇ રહે. સોનીની ખડકી તા.પ્રાંતિજ જિ. સાબરકાંઠા દ્રારા પોલીસ ફરિયાદ કરતા પ્રાંતિજ પોલીસે મહેન્દ્રભાઇ ઈશ્વરભાઈ પ્રજાપતિ રહે પ્રાંતિજ કુભારવાસ તથા ભુરા નામના ઇસમ બન્ને વિરૂધ્ધ આઇપીસીકલમ ૧૧૮(૧),૩૫૨,૩૫૧(૩),૫૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુનોનોંધી આગળ ની તપાસ પ્રાંતિજ પોલીસ સ્ટેશન ના હેડ કોન્સ્ટેબલ અમૃતભાઇ ભગાભાઇ દ્રારા તપાસ હાથ ધરવામા આવી છે

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!