fbpx

શું ગોપાલ ઇટાલિયાને મજબુત ટક્કર આપી શકે એવો ભાજપ પાસે વરૂણ પટેલ છે?

Spread the love
શું ગોપાલ ઇટાલિયાને મજબુત ટક્કર આપી શકે એવો ભાજપ પાસે વરૂણ પટેલ છે?

વિસાવદરની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાની જીત પછી રાજ્યના પાટીદાર સમાજમાં તેમના વધી રહેલા વર્ચસ્વને કારણે ભાજપ ચિંતામાં છે. કારણકે, ગોપાલને મજબુત ટક્કર આપી શકે તેવા યુવાનની જરૂર છે. જાણવા મળેલી માહિતી પ્રમાણે ભાજપે હવે  વરૂણ પટેલ પર નજર દોડાવી છે. ગોપાલ જેવી જ સ્ટાઇલ ધરાવતા, બેબાક બોલનારા અને પાટીદાર અનામત આંદોલનમાં ગોપાલ સાથેનો મુખ્ય ચહેરો રહેલા વરૂણ પટેલ પાટીદાર અને ભાજપને વફાદાર રહ્યા છે તો આ વફાદારીના ફળ રૂપે ભાજપ ગોપાલની સામે વરૂણને મેદાનમાં ઉતારી શકે છે.

2015માં જ્યારે ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન શરૂ થયું અને હાર્દિક પટેલ 8 મહિના જેલમાં હતો ત્યારે વરૂણ પટેલે આંદોલનને જીવંત રાખવાની જવાબદારી સંભાળેલી. પાટીદાર સમાજ માટે હજુ પણ લડત આપી રહ્યા છે.

error: Content is protected !!