fbpx

પ્રાંતિજ કૉલેજમાં શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી

Spread the love

પ્રાંતિજ કૉલેજમાં શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી
           


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના કમાલપુર ખાતે આવેલ શ્રીમતી એમ.સી દેસાઈ આર્ટ્સ અને કોમર્સ કૉલેજ ખાતે તા-૪-૯-૨૫ ના રોજ શિક્ષક દિન ઉજવણી કરવામાં આવી હતી

શ્રીમતી એમ.સી દેસાઈ આર્ટ્સ અને કોમર્સ કૉલેજ પ્રાંતિજમાં તા-૪-૯-૨૫ ના રોજ શિક્ષક દિન ઉજવણી કરવામાં આવી હતી.પ્રાંતિજ કૉલેજમાં અભ્યાસની સાથે સાથે વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તેવા કાર્યક્રમો કરવામાં આવે છે. તેના ભાગરૂપે દર વર્ષની જેમ આ વખતે પણ કોલેજમાં શિક્ષક દિનની હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી. કૉલેજના આચાર્ય ડો. કામેશ્વર પ્રસાદ સાહેબના માર્ગદર્શન તેમજ આર્ટ્સ અને કોમર્સના સૌ અધ્યાપકઓના સહકારથી ઉજવાયેલ શિક્ષક દિનમાં મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓએ શિક્ષકની ભૂમિકા ભજવીને શિક્ષણ કાર્ય કરાવ્યું હતું
શિક્ષક દિનની ઉજવણીમાં જેમણે શિક્ષકની ભૂમિકા ભજવીને શિક્ષણ કાર્ય કરાવેલ ચૌહાણ શિવાની અને સુરભી પંડ્યાએ શિક્ષણ કાર્યના અનુભવ વિશે પોતાના પ્રતિભાવો સમાપન કાર્યક્રમમાં આપ્યા હતા. શિક્ષક દિનનીમાં આચાર્યની જવાબદારી જાનકી મકવાણા નિભાવી હતી.આચાર્ય તરીકેના અનુભવ વિશે પોતાના પ્રતિભાવો આપ્યા હતા.કોલેજના સંસ્કૃત વિષયના અધ્યાપક ડૉ.કાંતિભાઈ પ્રજાપતિ શિક્ષકદિન વિશે પોતાના વિચારો ઉદાહરણ સહિત આગવી શૈલીમાં રજૂ કર્યા હતા.કોલેજના આચાર્યશ્રી ડો.કામેશ્વર પ્રસાદ કાર્યક્રમ સંદર્ભે પ્રસંગિક ઉદબોધન કર્યુ હતું.
શિક્ષક દિન નિમિત્તે જેમણે શિક્ષણ કાર્ય કરાવ્યું તેનું મૂલ્યાંકન કોલેજના અધ્યાપકશ્રી રાજેન્દ્રભાઈ પંચાલ તથા ડૉ.આર.કે. રાવલિયા દ્વારા કરવામાં આવ્યું. પ્રથમ ક્રમાંકે રાઠોડ વિલાસબા, દ્વિતીય ક્રમાંકે ચૌહાણ શિવાની તેમજ તૃતીય ક્રમાંકે ચૌહાણ કશિષ નું નામ જાહેર કરવામાં આવ્યું હતું. સૌ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને ઇનામ આપીને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતમાં કોલેજના અધ્યાપક રાજેન્દ્ર પંચાલ આભાર વિધિ રજૂ કરી હતી. શિક્ષકદિનના સમગ્ર કાર્યકમનું આયોજન ડૉ. વિપુલ જોષી ડૉ.ગણેશ નિસરતા અને ડૉ કેતનભાઇ મારકણાએ કર્યું હતું. કાર્યક્રમ સફળ બનાવવામાં કોલેજના આચાર્યશ્રી ઉપરાંત ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફે પૂર્ણ સહકાર આપ્યો હતો

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!