
પંજાબના પતિયાલીથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. એક એજન્ટ દંપતિએ નકલી રીતે 14 યુવકોને UKમાં રહેતી મહિલાના પતિ બનાવીને ઇંગ્લેંડ મોકલી દીધા હતા.
ઇંગ્લેંડમાં વર્ક પરમીટ પર રહેતી એક મહિલાએ પંજાબમાં રહેતા પોતાના પતિ અને દીકરાને બોલાવવા માટે સ્પોન્શરશીપના કાગળો મોકલ્યા હતા. પતિએ એક ઓળખીતા એજન્ટને એ કાગળો આપ્યા હતા અને ફાઇલ તૈયાર કરવા માટે કહ્યુ હતું. એજન્ટ દંપતિએ પતિની ફાઇલ તો ન બનાવી, પરંતુ 14 યુવકોને UKમાં રહેતી મહિલાના પતિ બતાવીને વિદેશ મોકલી દીધા.
પીડિત મહિલાને મુશ્કેલી એ પડી કે બ્રિટનના ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટે 14 પતિ UK આવી ગયો હોવાની વાતને આધારે મહિલાની ધરપકડ કરીને જેલમાં મોકલી દીધી છે. પતિએ પંજાબના રાજપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.