
કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણને એક ન્યૂઝ ચેનલના ઇન્ટરવ્યૂમાં સવાલ પુછાયો કે પેટ્રોલ અને ડીઝલને GSTના દાયરામાં કેમ સમાવેશ કરવામાં આવતો નથી? નાણા મંત્રીએ જવાબ આપ્યો કે કેન્દ્ર સરકાર તો આ યોજના પર પુરી રીતે તૈયાર છે, આજે પણ પેટ્રોલ-ડીઝલને GSTના દાયરામાં લાવી શકે તેમ છે, પરંતુ GSTમાં આ પ્રસ્તાવ જ નથી અને 2017માં જ્યારે અમે GST લાવ્યા ત્યારે જ રાજ્યોએ પેટ્રોલ અને ડીઝલને GSTના દાયરાનો વિરોધ કરેલો
રાજ્યો તૈયાર થશે ત્યારે અમે પેટ્રોલ-ડીઝલને પણ GSTના દાયરામાં લઇ આવીશું, પરંતુ હાલમાં આવો કોઇ પ્રસ્તાવ નથી.
પેટ્રોલ અને ડીઝલ પર રાજ્યોની વેટ સ્વરૂપે મોટી આવક મળે છે જે GSTને કારણે ઘટી જાય એટલે રાજ્યો તૈયાર થતા નથી.
નાણા મંત્રીને એ સવાલ પણ પુછાયો કે GSTમાં આટલા મોટા ઘટાડા પછી પણ શેરબજારે રિએક્ટ કેમ ન કર્યું? નિર્મલા સીતારમણે કહ્યું કે, શેરબજાર ક્યારેય કોઇ એક ફેક્ટર પર ચાલતું નથી. તેજી મંદી માટે અનેક કારણો હોય ત્યારે શેરબજાર રિએક્ટ કરે છે.