fbpx

બનાસકાંઠાના આ ગામમાં પાણી હજુ ઓસર્યા નથી, ઘરમાં પાણી, રસોડું બંધ

Spread the love
બનાસકાંઠાના આ ગામમાં પાણી હજુ ઓસર્યા નથી, ઘરમાં પાણી, રસોડું બંધ

ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં 7 દિવસ પહેલા 16 ઇંચ વરસાદ પડ્યો હતો, પરંતુ હજુ પણ કેટલાંક ગામડા એવા છે જ્યાં વરસાદના પાણી ઓસર્યા નથી. પાણીને જવાનો કોઇ રસ્તો નથી અને નઘરોળ તંત્રના અધિકારીઓ હજુ પહોંચ્યા નથી.

દિવ્ય ભાસ્કરના અહેવાલ મુજબ વાવનુંના કોળાવા ગામમાં વરસાદના પાણી ઓસર્યા નથી અને ઘણા બધા લોકોના ઘરમાં હજુ પાણી ભરેલા છે. પાણીની દુર્ગંધ વચ્ચે લોકો રહી રહ્યા છે અને રોગચાળો ફાટી નિકળવાનો ડર સતાવી રહ્યો છે. ઘણા બધા લોકો ખેતરમાં રહેવા ચાલ્યા ગયા છે.ઘરમાં અનાજ સડી ગયું છે અને ભોજનની પણ લોકોને મુશ્કેલી ઉભી થઇ છે. ગામના લોકોનો આરોપ છે કે કોઇ પણ સરકારી અધિકારી કે નેતા અહીં ફરક્યા નથી.

error: Content is protected !!