fbpx

અનિરુદ્ધાચાર્યએ CJI BR ગવઈને અધર્મી કહ્યા, પૂછ્યું- તો તમે ખુરશી કેમ તોડી રહ્યા છો?

Spread the love
અનિરુદ્ધાચાર્યએ CJI BR ગવઈને અધર્મી કહ્યા, પૂછ્યું- તો તમે ખુરશી કેમ તોડી રહ્યા છો?

કથાકાર અનિરુદ્ધાચાર્યએ ભારતના મુખ્ય ન્યાયાધીશ BR ગવઈ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે. અનિરુદ્ધાચાર્યની આ ટિપ્પણી ખજુરાહો કેસમાં CJIએ આપેલા પોતાના નિર્ણય પર આવી છે. જોકે CJIએ પહેલાથી જ સ્પષ્ટતા કરી દીધી હતી કે તેમના નિવેદનનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે, પરંતુ તે વખતે તેમણે અરજદારને તેમને માફ કરવા કહ્યું હતું.

Aniruddhacharya-CJI BR Gavai

કથાકાર અનિરુદ્ધાચાર્યની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરાયેલા વીડિયોમાં, અનિરુદ્ધાચાર્ય કહે છે કે, ‘તાજેતરમાં, એક વ્યક્તિ ભારતમાં એક મંદિર સંબંધિત કેસને લઈને ન્યાયાધીશનો સંપર્ક કર્યો. તેમણે કહ્યું, ‘ભાઈ, મુઘલોએ આપણું મંદિર તોડી નાખ્યું છે. તે ભગવાન વિષ્ણુનું મંદિર હતું, અને ભગવાન વિષ્ણુની મૂર્તિનું માથું તોડી નાખવામાં આવ્યું હતું.’ અરજદારે આગળ કહ્યું, ‘જજ સાહેબ, અહીં અમારું મંદિર ફરીથી બનાવવું જોઈએ. કારણ કે મંદિરના અવશેષો ત્યાં છે. ફક્ત મૂર્તિનું માથું તોડી નાંખવામાં આવ્યું છે. બાકી એ બધી વાતનો પુરાવો છે કે આ એક મંદિર છે. મંદિર પણ બનેલું છે, જોકે થોડું જર્જરિત અવસ્થામાં છે. તેથી, જો તમે અહીં મૂર્તિ સ્થાપિત કરવાની મંજૂરી આપો કે અહીં વિષ્ણુ ભગવાનનું સમર્પિત મંદિર છે, અને ભગવાન વિષ્ણુ જ અહીં રહેશે. પ્રાણ પ્રતિષ્ઠા થશે’ તો એક ન્યાયાધીશે કહ્યું કે, ‘અમારે નિર્ણય શા માટે આપવો જોઈએ?’

Aniruddhacharya-CJI BR Gavai

એક કથા દરમિયાન, અનિરુદ્ધાચાર્યે ભારતના મુખ્ય ન્યાયાધીશનું નામ લીધા વિના કહ્યું, ‘હું જજ સાહેબને જરા એક પ્રશ્ન પૂછવા માંગુ છું. જો તમને ક્યાંક મળે તો તેમને પૂછ જો, કે જો ભગવાન જ બધું કામ કરશે તો, તો તમે ખુરશી કેમ તોડી રહ્યા છો?’ અનિરુદ્ધાચાર્યએ આગળ કહ્યું, ‘તમને ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, એટલા માટે જ ને કે તમે ન્યાય આપશો. અને ન્યાય આપવો જોઈએ. હવે જ્યારે તમે હિન્દુ સનાતન સંસ્કૃતિનું અપમાન કરી રહ્યા છો. એમ કહ્યું હતું કે, ‘જો તમારા ભગવાન પાસે શક્તિ છે, તો તેમણે જાતે મંદિર બનાવી લેવું જોઈએ.’

અનિરુદ્ધાચાર્ય CJI મામલે આટલેથી ન અટક્યા. તેમણે આગળ કહ્યું, ‘તેઓ તો બધું જ કરી શકે છે. તે (ભગવાન) પ્રગટ થઈ શકે છે અને રાવણને પણ મારી શકે છે. તે હિરણ્યકશિપુની છાતી પણ ફાડી શકે છે. હવે, જો તમે તમારી છાતી ફડાવવી હોય, તો ભગવાન નરસિંહને બતાવો, કારણ કે તમારા જેવા અધર્મીઓને મારવા માટે જ ભગવાન આવે છે.’

Aniruddhacharya-CJI BR Gavai

વાર્તાકારે કહ્યું, ‘ભગવાનને એવું લાગે છે કે ભાઈ હમણાં તમે લોકો ખુરશી પર બેઠા છો, તમે જ તે કરો, તેથી તેમને આવવું ન પડે. તેથી જ ભગવાન આવતા નથી. નહિંતર, ભગવાન પોતાના માટે હિરણ્યકશિપુને મારવા આવ્યા હતા. હિરણ્યકશિપુ તો ખૂબ શક્તિશાળી હતો.’

અનિરુદ્ધાચાર્યએ કહ્યું કે, જો ભગવાન જ બધું જ કરશે તો તમારું પદ છોડી દો. ભારતમાં રહીને કોઈ ન્યાયાધીશ કોઈ મુસ્લિમ વિરુદ્ધ આવા નિવેદનો આપી શકે છે? શું તે મસ્જિદ વિરુદ્ધ કે અલ્લાહ વિરુદ્ધ બોલી શકે છે? ફક્ત હિન્દુ સનાતન સંસ્કૃતિની વિચારસરણી જ એટલી મોટી છે કે, આટલો મોટો ન્યાયાધીશ ભગવાન વિષ્ણુ પર આંગળી ઉઠાવી રહ્યો છે. શા માટે? કારણ કે હિન્દુ લોકો તેમના દેવતાઓનું પોતાના ભગવાનનું અપમાન સહન કરી લે છે. તેઓ કંઈ કહેતા પણ નથી. તમે ખૂબ જ સહનશીલ છો. તેથી જ મંદિરોને તોડી નાંખવામાં આવ્યા.

error: Content is protected !!