પ્રાંતિજ ખાતે વિચરતી વિમુક્ત જનજાતિ હક્ક સમિતિ દ્રારા પ્રાંતિજ મામલતદાર આવેદનપત્ર આપ્યુ
– ૧૭ જેટલી વિવિધ માંગણીઓ સાથે આવેદનપત્ર આપ્યુ
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે વિચરતી વિમુક્ત જનજાતિ હકક સમિતિ દ્રારા ૧૭ માંગણીઓ સાથે પ્રાંતિજ મામલતદાર ને આવેદનપત્ર આપીને રજુઆત કરવામા આવી


વિચરતી અને વિમુક્ત સમુદાય ના લોકો જેમા ચુંવાળીયા કોળી , દેવીપુજક , રાવળ દેવ યોગી , બાવા વેંરાગી , નાયક , વણઝારા , મે-મિયાણાં , ઓડ , સરાણીયા , લુહાર , ચારણ-ગઢવી , ડેફર , સંધી , વાદી વગેરે વિચરતી વિમુક્ત જનજાતિઓના ચાલીસ સમુદાયોના હક્ક ન્યાય અને સન્માન માટે વિચરતી અને વિમુક્ત જનજાતિ હકક સમિતિ ગુજરાત પ્રદેશ નું ગઠન કરેલ છે જેના નેજા તળે સરકાર પાસેથી જનજાતિઓના સર્વાંગી વિકાસ ના હેતુસર ૧૭ માંગણીઓ જેમા ગુજરાત રાજ્ય મા વસતી વિચરતી અને વિમુક્ત જનજાતિઓને બંધારણમાં જણાવવામા આવેલ જનજાતિ તરીકે મળવાપાત્ર તમામ હકકો ગુજરાત રાજ્યમાં મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્રારા પ્રમાણિક પ્રયત્નો કરવામા આવે , વિચરતા અને વિમુક્ત સમુદાયોને પાંચ માં શિડયુલ તરીકે શૈક્ષણિક , નોકરી મા અને રાજકીય અનામત સાથેની અલગ થી ૧૧ ટકા અનામત મળે તે માટે જરૂરી બંધારણીય સુધારા કરાવવા માટે તેમજ જરૂરી તમામ અન્ય કામગીરી માટે ગુજરાત સરકાર શકય તમામ પ્રયત્નો કરે , જયા સુધી રહેવા માટે વૈકલ્પિત વ્યવસ્થા સરકાર દ્રારા કરવામા ના આવે ત્યાં સુધી ઝૂંપડપટ્ટીઓના દબાણો હટાવવાની ચાલી રહેલી પ્રકિયા પર સંપૂર્ણ પણે રોક લગાવવામા આવે , સમુદાયના વિધાર્થીઓને પુસ્તકો અને ગણવેશ સરકાર દ્રારા વિનામૂલ્યે પુરા પાડવામા આવે , વિવિધ સહાયો લોનો અને સ્કોલરશીપો માં હાલની આવક મર્યાદા વધારીને તાત્કાલિક આઠ લાખ રૂપિયા કરવામા આવે સહિત ની વિવિધ માંગણીઓ સાથે વિચરતી વિમુક્ત જનજાતિઓના સર્વાંગી વિકાસ ના હેતુસર પ્રાંતિજ મામલતદાર સંજય ભાઇ દેસાઇ ને આવેદનપત્ર આપ્યુ હતુ અને રજુઆતો કરી હતી
જીલ રાવલ સાબરકાંઠા
