fbpx

સોના-ચાંદીમાં રોકાણનું જ્ઞાન વોરેન બફેટને હવે આવ્યું, ભારતીયો તો વર્ષોથી કરે છે

Spread the love

સોના-ચાંદીમાં રોકાણનું જ્ઞાન વોરેન બફેટને હવે આવ્યું, ભારતીયો તો વર્ષોથી કરે છે

દુનિયામાં દિગ્ગજ ઇન્વેસ્ટર તરીકે જાણીતા વોરેન બફેટ વર્ષો પહેલા સોના-ચાંદીમાં રોકાણને બેકાર ઇન્વેસ્ટમેનટ કહેતા હતા, પરંતુ હવે તેઓ પોતે સોના-ચાંદીમાં રોકાણને સમર્થન આપી રહ્યા છે. એ પછી રિચ ડેડ- પૂઅર ડેડના લેખક રોબર્ટ કિઓસાકીએ પણ કહ્યું છે કે, દુનિયાભરના શેરબજારો-બોન્ડ ક્રેશ થઇ જશે. માત્ર સોના-ચાંદીનો જ તમને સહારો રહેશે.

જો કે વોરેન બફેટને અત્યારે બ્રહ્મજ્ઞાન થયું, પરંતુ ભારતના હિંદુઓ તો વર્ષોથી સોના-ચાંદીમાં રોકાણ કરી રહ્યા છે. ભારતીયો પાસે અત્યારે 25000 ટન સોનું છે. જેની વેલ્યુ 200 લાખ કરોડ રૂપિયા થાય છે. આજે પણ ભારતીયો સોના અને ચાંદીને સલામત રોકાણ માને છે.

કિયોસાકીએ કહ્યું કે, મોડું થાય તે પહેલાં લોકોએ સોના-ચાંદીની ખરીદી કરી લેવી જોઇએ. જો કે, રોકાણકારો એ વાતનું ધ્યાન આપે કે આ લોકાના ભરોસે ન રહેતા. તમારા સલાહકારની સલાહ મુજબ જ રોકાણ કરજો.

error: Content is protected !!