fbpx

રાજનાથ સિંહે કહ્યું- દેશમાં જૈન સમાજની વસ્તી 0.5 ટકા છે પણ….

Spread the love

રાજનાથ સિંહે કહ્યું- દેશમાં જૈન સમાજની વસ્તી 0.5 ટકા છે પણ....

કેન્દ્રીય સંરક્ષણ મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા રાજનાથ સિંહ શનિવારે દિલ્હીમાં JITO કનેક્ટ 2025ના કાર્યક્રમમાં પહોંચ્યા હતા. 3 દિવસનો દિલ્હીમાં કાર્યક્રમ છે. રાજનાથે જૈન ધર્મના લોકોના વખાણ કરતા કહ્યુ કે, ભારતમાં જૈન સમાજની વસ્તી માત્ર 0.5 ટકા જ છે, પરંતુ આ સમાજ ટેક્સમાં 24 ટકા જેટલું યોગદાન આપે છે.

જૈન સમાજ વિશ્વભરમાં મહેનતુ અને સમૃદ્ધ સમાજ તરીકે ઓળખાય છે. આ સમાજના લોકો ફાર્મા, એવિએશન સહિત અનેક બિઝનેસની સાથે જોડાયેલા છે. જૈન સમાજનું દર્શન ભારતીય સંસ્કૃતિના ઉંડે સુધી મુળ્યા ધરાવે છે.  તેમનો ઇતિહાસ ભારતની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક યાત્રાનું એક અમૂલ્ય પ્રકરણ છે.

error: Content is protected !!