
અજમેરમાં એક મહિલા પ્રોફેસરને ડિજિટલ એરેસ્ટ કરીને 7.50 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. આ કેસમાં મુખ્ય આરોપી હિતેશ ઘોડીયાવાલા સુરતના જહાંગીરપરા વિસ્તારમાંથી પકડાયો છે.
અજમેર ક્રાઇમ બ્રાન્ચને ઓગસ્ટ 2025માં ફરિયાદ મળી હતી, જેની તપાસમાં એ બહાર આવ્યુ કે સુરતમાં બેંક ખાતું ધરાવતા હિતેશ ઘોડીયાવાલાના ખાતામાં ડિજિટલ અરેસ્ટના રૂપિયા ટ્રાન્સફર થયા છે. સુરતની ક્રાઇમ બ્રાન્ચની ટેકન્કિલ સર્વેલન્સ ટીમે હિતેશને પકડી લીધો હતો.
હિતેશ સુરતનો જ છે અને સ્ટોક બ્રોકર તરીકે કામ કરતો હતો ત્યારે તેને કરોડો રૂપિયાનું દેવું થઇ ગયું હતું જેને કારણે તે સાયબર ક્રાઇમની ટોળકી સાથે જોડાયો હતો અને પોતાનું બેંક ખાતું ભાડે આપીને કમિશન મેળવવતો હતો. પોલીસ વધુ તપાસ કરી રહી છે.
