fbpx

આવકવેરા વિભાગે પત્નીના 1.65 કરોડના ઘરેણાં સીઝ્ડ કર્યા, પતિ કોર્ટમાં જીતી ગયો

Spread the love

 આવકવેરા વિભાગે પત્નીના 1.65 કરોડના ઘરેણાં સીઝ્ડ કર્યા, પતિ કોર્ટમાં જીતી ગયો

આવકવેરા વિભાગે પત્નીના 1.65 કરોડ રૂપિયાના ઘરેણાં સિઝ્ડ઼ કર્યા હતા જેની સામે પતિ ટ્રીબ્યુનલમાં ગયો હતો. 6 વર્ષ પછી પતિની તરફેણમાં ટ્રીબ્યુનલે ચુકાદો આપ્યો છે.

આવકવેરા વિભાગે 14 નવેમ્બર 2019માં એક વ્યક્તિના ઘરે તપાસ કરી હતી ત્યારે 1.65 કરોડના ઘરેણાં અનએક્સ્પ્લેઇન્ડ ઇન્વેસ્ટમેન્ટ ગણીને નોટીસ ફટકારી હતી. એ વ્યક્તિએ એની સામે ઇન્કમટેક્સ એપેલેટ ટ્રીબ્યુનલમાં અપીલ કરી હતી. આવકવેરા વિભાગની દલીલ હતી કે. 1.65 કરોડ રૂપિયાના ઘરેણાને એ વ્યક્તિ સાબિત નહોતા કરી શક્યા.

વ્યક્તિએ કોર્ટમાં કેટલાંક ઘરેણાની ખરીદીના પુરાવા આપ્યા અને કેટલાંક ઘરેણા એવા હતા જે વારસામાં પત્નીને મળ્યા હતા અથવા ગિફ્ટ તરીકે મળ્યા હતા. જેના પુરાવા નહોતા. પરંતુ ટ્રીબ્યુનલે દલીલો સાંભળ્યા પછી પતિની તરફેણમાં ચુકાદો આપ્યો હતો અને કહ્યું કે આ ઘરેણાં તેમની પત્નીના જ છે.

error: Content is protected !!