fbpx

પાટીદાર સમાજમાંથી જયેશ રાદડીયાના ટાંટિયા કોણ ખેંચી રહ્યું છે?

Spread the love

પાટીદાર સમાજમાંથી જયેશ રાદડીયાના ટાંટિયા કોણ ખેંચી રહ્યું છે?

ગુજરાતના નવા મંત્રી મંડળમાં સ્થાન ન મળ્યા પછી પહેલીવાર જયેશ રાદડીયાએ જાહેર મંચ પરથી પોતાની હૈયા વરાળ ઠાલવી હતી. મહિસાગર જિલ્લા પાટીદાર સ્નેહ મિલન કાર્યક્રમ જયેશ રાદડીયાના પ્રમુખ સ્થાને યોજાયો હતો.

રાદડીયાએ કહ્યુ કે, સમાજમાં આગળ વધતા નેતાઓ કે આગેવાનોના હાથ ખેંચો પગ ન ખેંચો. હાથ ખેંચશો તો  નેતા કે આગેવાન આગળ વધશે અને પગ ખેંચશો તો નીચે પછડાશે. અનેક સંઘર્ષ પછી કોઇ નેતા  કે સમાજના આગેવાનો ઉભા થતા હોય છે. આ નેતા બરાબર સેટ થાય ત્યારે જ તેને ટાંટીયા ખેંચીને નીચે પાડી દેવામાં આવે છે. એટલે એ નેતા કે આગેવાને ફરી એકટો ઘુંટવો પડે છે.

સવાલ એ છે કે પાટીદાર સમાજમાંથી જયેશ રાદડીયાના ટાંટિયા કોણ ખેંચી રહ્યું છે?

error: Content is protected !!