
ICC T-20 મેન્સ વર્લ્ડકપનો શિડ્યુલ ચેરમેન જય શાહે મંગળવારે સાંજે જાહેર કરી દીધો છે. 7 ફેબ્રુઆરી 2026થી મેચ શરૂ થશે અને 8 માર્ચ 2025ના દિવસે ફાઇનલ મેચ રમાશે.4 ગ્રુપમાં કુલ 20 ટીમો હશે અને 55 મેચો રમાડવામા આવશે. ભારત અને શ્રીલંકામાં મેચ રમાશે જેમા ભારતમાં 5 અને શ્રીલંકામાં 3 મેચ રમાડવામા આવશે.
7 ફેબ્રુઆરીના દિવસે ભારતની પહેલી મેચ અમેરિકા સાથે છે બીજી મેચ 12 ફેબ્રુઆરીએ નામિબ્યા સાથે, 15 ફેબ્રુઆરીએ પાકિસ્તાન સાથે અને 18 ફેબ્રુઆરીએ નેધરલેન્ડ સાથે છે.
પાકિસ્તાન સાથેની એક પણ મેચ ભારતમાં રમાડવામાં નહીં આવશે. જો પાકિસ્તાન ફાઇનલમાં આવી જશે તો મેચ શ્રીલંકામાં રમાશે. જો બીજા કોઇ ટીમ આવશે તો અમદાવાદમાં ફાઇનલ રમાશે.
