
સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ થઇ ગઇ હતી અને કરોડોનું નુકશાન થયું હતું. એવું જાણવા મળ્યું છે કે, આગની ઘટનાને 9 મહિના થવા છતા શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ હજુ રસ્તા પર જ છે. માર્કેટ હજુ ચાલુ નથી થઇ.
જ્યારે આગની ઘટના બની ત્યારે ફોસ્ટાની આગેવાની હેઠળ એક રિલીફ ફંડ બનાવવામાં આવ્યું હતું અને એક કમિટી પણ બનાવવામાં આવી હતી. ફોસ્ટાના પ્રમુખ કૈલાશ હાકીમે કહ્યું કે, ફંડ જો 1000 વેપારી વચ્ચે ફાળવવામાં આવે તો દરેકને માંડ 4-5 હજાર મળે એવું હતું એટલે બધા દાતાઓને ફંડ પાછું આપી દેવામાં આવ્યું. કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલે 11 લાખનો ચેક આપ્યો હતો જે પણ પાછો આપી દેવામાં આવ્યો.
વેપારીઓ હજુ પણ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
