fbpx

દરેક સિક્કાની બે બાજુ હોય છે તે અમદાવાદ પોલીસના બીજા વીડિયોએ સાબિત કર્યું

Spread the love
દરેક સિક્કાની બે બાજુ હોય છે તે અમદાવાદ પોલીસના બીજા વીડિયોએ સાબિત કર્યું

અમદાવાદના પાલડી વિસ્તારમાં એક ટ્રાફીક હેડ કોન્સ્ટેબલનો મહિલાને માર મારતો વીડિયો સામે આવ્યો હતો જેની દેશભરમાં ચર્ચા શરૂ થઇ હતી અને સોશિયલ મીડિયા પર મહિલાને માર મારવા સામે પોલીસ પર લોકોએ પસ્તાળ પાડી હતી.

હવે આ જ પ્રકરણમાં એક બીજો પણ વીડિયો વાયરલ થયો, જેમાં આ મહિલા હેડ કોન્સ્ટેબલને 8 મહિનામાં 16 ગાળો આપતી નજરે પડે છે અને પોલીસનો આઇડી કાર્ડ ફેંકતી પણ નજરે પડે છે. આ મહિલાનું નામ બંસરી ઠક્કર છે અને પોતે વકીલ છે.

ગુજરાત પોલીસે ટ્રાફિક પોલીસને જે બોડી વોર્ન કેમેરા આપ્યા છે તેમાંથી એ વિગત સામે આવી કે, બંસરી ઠક્કરે પોલીસની સાથે અભદ્ર ભાષામાં વાત કરી હતી. હેડ કોન્સ્ટેબલ જયંતિ ઝાલાને સસ્પેન્ડ કરી દેવાયા છે અને મહિલા સામે પણ ગુનો નોંધાયો છે. આ મહિલા વકીલે અગાઉ પણ પોલીસ સાથે બબાલ કરી હતી.

error: Content is protected !!