fbpx

રેસ્ટોરન્ટાંએ સર્વિસ ચાર્જ પરત કરવો પડશે, CCPAએ દંડ ફટકાર્યો

Spread the love

રેસ્ટોરન્ટાંએ સર્વિસ ચાર્જ પરત કરવો પડશે, CCPAએ દંડ ફટકાર્યો

ગ્રાહકો પાસેથી સર્વિસ ચાર્જ વસૂલતા રેસ્ટોરાં માલિકો માટે આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ સમાચાર છે. તેની સાથે જ, આ સમાચાર એ લોકો માટે પણ ખૂબ મહત્ત્વપૂર્ણ છે, જેઓ મોટાભાગે પરિવાર અને મિત્રો સાથે વારંવાર બહાર જમવા જાય છે. સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA)એ ફરજિયાત સર્વિસ ચાર્જ વસૂલીને કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ 27 રેસ્ટોરાં સામે સ્વતઃ ધ્યાન આપીને કાર્યવાહી કરી છે.

CCPAએ શનિવારે આ જાણકારી આપી હતી. આ રેસ્ટોરાંઓને 50,000 રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવ્યો છે અને ગ્રાહકોને સર્વિસ ચાર્જ પરત કરવા અને તેમની બિલિંગ સિસ્ટમમાં જરૂરી ફેરફારો કરવા કહેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, રેસ્ટોરાંમાં ગ્રાહકો પાસેથી ફરજિયાત સર્વિસ ચાર્જ વસૂલવાને અનુચિત વેપાર પ્રથા જાહેર કરવામાં આવી છે. સરકારી હેલ્પલાઇન નંબર પર ગ્રાહકોની ફરિયાદોના આધારે CCPAએ આ કાર્યવાહી કરી છે.

Restaurants1

એક સત્તાવાર નિવેદન અનુસાર, CCPAએ દેશભરમાં સ્થિત 27 રેસ્ટોરાં સામે કાર્યવાહી કરી છે. આ રેસ્ટોરાંઓએ ગ્રાહક અધિકારોનું ઉલ્લંઘન કર્યું હતું અને ફરજિયાત સર્વિસ ચાર્જ જેવી અનુચિત વેપાર પ્રથાઓ અપનાવી હતી, જે ગ્રાહક સુરક્ષા અધિનિયમ, 2019ની કલમ 2 (47) હેઠળ આવે છે.

તપાસમાં જાણવા મળ્યું હતું કે, ઘણી રેસ્ટોરાં કાફે બ્લૂ બૉટલ, પટના અને ચાઇના ગેટ રેસ્ટોરાં પ્રાઇવેટ લિમિટેડ (બોરા બોરા), મુંબઈ સામેલ છે. આ રેસ્ટોરાં તેમના બિલમાં ઓટોમેટિક 10 ટકા સર્વિસ ચાર્જ જોડી રહ્યા હતા. CCPAએ જણાવ્યું હતું કે તે સર્વિસ ચાર્જ લેવા બાબતે રાષ્ટ્રીય ગ્રાહક હેલ્પલાઇન પર મળેલી ફરિયાદોનું નજીકથી નિરીક્ષણ કરી રહ્યું છે અને ગ્રાહક અધિકારોનું રક્ષણ કરવા અને અનુચિત વેપાર પ્રથાઓને રોકવા માટે નિયમોનું ઉલ્લંઘન કરતા રેસ્ટોરાં સામે કડક કાર્યવાહી કરતું રહેશે.

Restaurants

CCPAએ સ્પષ્ટતા કરી હતી કે દિલ્હી હાઈકોર્ટના માર્ચ 2025ના નિર્ણય બાદ કોઈ બહાનું સ્વીકારવામાં નહીં આવે. કોર્ટે માન્યું કે ફરજિયાત સર્વિસ ચાર્જ વસૂલવો કાયદાની વિરુદ્ધ છે અને તમામ રેસ્ટોરાંએ CCPAની માર્ગદર્શિકાનું પાલન કરવું આવશ્યક છે. ગ્રાહક અધિકારોનું રક્ષણ કરવા માટે ઓથોરિટી હવે રાષ્ટ્રીય ગ્રાહક હેલ્પલાઈન (NCH) પર મળેલી ફરિયાદોનું નજીકથી નિરીક્ષણ કરી રહી છે.

error: Content is protected !!