fbpx

મહારાષ્ટ્રમાં ઓવૈસીની AIMIMએ કેવી રીતે પલટી દીધી બાજી? પોલિટિકલ પાર્ટીઓ હેરાન

Spread the love

મહારાષ્ટ્રમાં ઓવૈસીની AIMIMએ કેવી રીતે પલટી દીધી બાજી? પોલિટિકલ પાર્ટીઓ હેરાન

મહારાષ્ટ્ર નગરપાલિકા ચૂંટણીના પરિણામો જાહેર થઇ ગયા છે. BMC સહિત રાજ્યના 29 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાંથી મોટાભાગમાં ભાજપે પરચમ લહેરાવ્યો છે. ભાજપના નેતૃત્વ હેઠળના મહાયુતિ (BJP+શિંદે)એ શાનદાર પ્રદર્શન કર્યું છે. મોટાભાગની મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી આવી છે. મુંબઈમાં, ભાજપ અને એકનાથ શિંદેની શિવસેના સ્પષ્ટપણે સત્તામાં આવવા તૈયાર છે. બીજી તરફ, આ નાગરિક ચૂંટણીમાં અસદુદ્દીન ઓવૈસીના AIMIMએ પણ પોતાના પ્રદર્શનથી ધ્યાન ખેંચ્યું છે.

રાજ્યમાં AIMIMએ માલેગાંવ, મુંબઈ, છત્રપતિ સંભાજીનગર, ધુળે અને નાંદેડ જેવા કેતાલક અન્ય મ્યુનિસિપલ કોર્પોરેશમાં સારું પ્રદર્શન કરવામાં સફળ રહી છે. રાજ્યભરમાં કુલ 74 AIMIM ઉમેદવારો ચૂંટાયા છે. મુંબઈમાં AIMIMના 5 ઉમેદવારો છે, સંભાજીનગરમાં AIMIMના 24, અમરાવતીમાં AIMIMના 6 ઉમેદવારો ચૂંટાયા છે. માલેગાંવમાં, AIMIMએ 20 બેઠકો જીતી છે.

asaduddin-owaisi

માલેગાંવમાં પાર્ટી સૌથી વધુ બેઠકો જીતી છે. નાંદેડ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં AIMIM બીજા ક્રમની સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે, જ્યાં 14 AIMIMના કાઉન્સિલર ચૂંટાયા છે. ધુળે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ AIMIMએ 8 બેઠકો જીતી હતી. જાલનામાં AIMIMએ 2 બેઠકો જીતી હતી.

સમાજવાદી પાર્ટીએ પણ કેટલાક વિસ્તારોમાં સારું પ્રદર્શન કર્યું. માલેગાંવમાં AIMIMના 6 ઉમેદવારો જીત્યા. તો, AIMIMએ મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં ઉમેદવારો ઉતાર્યા હતા અને અપેક્ષિત સફળતા મળી છે. મુંબઈથી લઈને માલેગાંવ અને નાંદેડ સુધી, આ પાર્ટીના ઉમેદવારો ચૂંટાયા છે. પાર્ટીની સમગ્ર તાકતને ધ્યાનમાં લેતા, એવું માનવામાં આવે છે કે તેના ઉમેદવારોએ સારું પ્રદર્શન કર્યું. હવે, આગામી જિલ્લા પરિષદની ચૂંટણીમાં તેની રણનીતિ શું રહેશે તે જોવાનું રહેશે.

asaduddin-owaisi1

મહારાષ્ટ્ર નાગરિક ચૂંટણીઓને લઈને એવું કહેવામાં આવી રહ્યું છે કે AIMIM અલગથી લડવાને કારણે મહા વિકાસ આઘાડીમાં રહેલી પાર્ટીઓને મોટું નુકસાન ઉઠાવવું પડ્યું છે. અગાઉની ઘણી ચૂંટણીઓમાં, AIMIM માત્ર થોડી જ બેઠકો સુધી મર્યાદિત રહેતી હતી, પરંતુ આ વખતે તે તેનું શ્રેષ્ઠ પ્રદર્શન આપવામાં સફળ રહી છે.

error: Content is protected !!