fbpx

અમેરિકાની બેંકોમાં પડેલું જર્મનીનું 1236 ટન સોનું પાછું લાવો, જર્મન લોકોની માંગ

Spread the love

અમેરિકાની બેંકોમાં પડેલું જર્મનીનું 1236 ટન સોનું પાછું લાવો, જર્મન લોકોની માંગ

જર્મની પાસે દુનિયામાં બીજા નંબરનો સૌથી મોટો સોનાનો ભંડાર છે. આ દેશ પાસે કુલ 3350 ટન સોનુ છે જેની અંદાજિત કિંમત 450 બિલિયન યુરો થાય છે. 3350 ટન માંથી 37 ટકા એટલે કે 1236 ટન સોનુ અમેરિકાની ફેડરલ રિઝર્વ બેંકની તિજોરીમાં પડ્યું છે. બાકીનું જર્મનીના ફ્રેન્કફર્ટમાં અને થોડું સોનુ લંડનમાં છે.

જર્મનીની સેન્ટ્રલ બેંકના પૂર્વ રિસર્ચ હેડ ઇમાન્યુઅલ મોચ સહિતના નિષ્ણાતાનો કહેવું છે કે અમેરિકાની બેંકોમાં પડેલું સોનું જર્મની પાછું લાવી દેવું જોઇએ. તેના કારણો એવા છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અણધારા નિર્ણયો લે છે અને અમેરિકાની નજર આ સોના પર પડે તો તેને લાવવું મુશ્કેલ થઇ પડશે.

જો કે, જર્મનીની સરકારે કહ્યું છે કે, સોનુ અમેરિકાથી પાછું લાવવાનો અત્યારે સરકાર કોઇ વિચાર કરી રહી નથી.

error: Content is protected !!