fbpx

સમાજને ભેગો કરવા માટે હું 15 વર્ષથી પ્રયાસ કરી રહ્યો છું: અલ્પેશ ઠાકોર

Spread the love

સમાજને ભેગો કરવા માટે હું 15 વર્ષથી પ્રયાસ કરી રહ્યો છું: અલ્પેશ ઠાકોર

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ, રોજગાર, શિક્ષણ અને સમાજના વિકાસ જેવા મુદ્દાઓ પર ચિંતન કરવા માટે ગાંધીનગરના રામકથા મેદાનમાં ‘અભ્યુદય મહાસંમેલન’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં અડધી રાત્રે 3 વાગ્યા મળ્યું હતું. જેમાં ઠાકોર સમાજના રાજકીય પાર્ટીઓ સાથે જોડાયેલા નેતાઓ એક મંચ પર ભેગા થયા હતા.

ભાજપના ગાંધીનગર સાઉથના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કહ્યુ કે, હું વિવેકી છું, ડરપોક નથી. રાજકારણમાંથી જો સમાજને કઇં ન આપી શકીશ તો રાજકારણ છોડી દઇશ. સમાજને ભેગો કરવા માટે હું 15 વર્ષથી પ્રયાસ કરી રહ્યો છું.

કોંગ્રેસના સાસંદ ગેનીબેન ઠાકોરે કહ્યુ કે,સમાજના લોકો હવે પટાવાળા, વોચમેનની નોકરીમાંથી બહાર આવે અને IAS-IPS બનવાનું વિચારે.

error: Content is protected !!