fbpx

શું મુંબઈ મેટ્રોના નિયમોનું ઉલ્લંઘન બદલ વરુણ ધવનને દંડ ફટકારાયો?

Spread the love

શું મુંબઈ મેટ્રોના નિયમોનું ઉલ્લંઘન બદલ વરુણ ધવનને દંડ ફટકારાયો?

બોલિવુડ અભિનેતા વરુણ ધવનને લઈને મુંબઈ મેટ્રોથી વાયરલ વીડિયો અને ત્યારબાદના સમાચાર અંગેની સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ છે. સોશિયલ મીડિયા અને કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે અભિનેતાએ મેટ્રોના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે, જેના કારણે તેને દંડ ફટકારવામાં આવ્યો છે. હવે અભિનેતાની ટીમે આ અહેવાલો પર સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે, જેમાં સત્યનો ખુલાસો થયો છે.

વરુણ ધવનની ટીમે સ્પષ્ટતા કરી છે કે, મુંબઈ મેટ્રો દ્વારા અભિનેતા પર કોઈ દંડ કે પેનલ્ટી લગાવવામાં આવી નથી. ટીમના જણાવ્યા અનુસાર, અગાઉ જાહેર કરવામાં આવેલા કેટલાક અહેવાલો અને પોસ્ટ ગેરસમજ પર આધારિત હતા, જેને બાદમાં અધિકારીઓ દ્વારા પોતે હટાવી લેવામાં આવ્યા હતા. મુંબઈ મેટ્રો સ્ટેશન પર વરુણ ધવન દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરવા અંગે સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા થઈ હતી. કેટલાક રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે ફોટોશૂટ અથવા અન્ય કોઈ ગતિવિધિઓ દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ અભિનેતાને દંડ ફટકારવામાં આવ્યો હતો. જો કે, આ બધા દાવા હવે ખોટા ગણાવવામાં આવ્યા છે.

અભિનેતાની ટીમે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘વરુણ ધવન અને મુંબઈ મેટ્રો સાથે જોડાયેલા તાજેતરના સમાચારોને લઈને ફેલાઈ રહેલી અફવાઓને દૂર કરવી છે. ટીમે જણાવ્યું હતું કે અધિકારીઓ દ્વારા જૂની પોસ્ટ દૂર કરવામાં આવી છે અને આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. સાથે જ અધિકારીઓના સહકાર બદલ તેમનો આભાર માનવામાં આવ્યો હતો.

ટીમના જણાવ્યા અનુસાર, વરુણ ધવન હંમેશાં શહેરના નિયમો અને મુંબઈ મેટ્રો વિભાગની મહેનતનું સન્માન કરે છે. તેમણે એમ પણ કહ્યું કે આ મામલે હવે કોઈ વિવાદ કે પેન્ડિંગ ઇશ્યૂ નથી, સચોટ માહિતી શેર કરવા બદલ મીડિયાનો આભાર માન્યો હતો.

dhawan3

વરુણ ધવન હાલમાં રીલિઝ થયેલી પોતાની તાજેતરમાં ફિલ્મ, ‘બોર્ડર 2’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મમાં તેના અભિનયને દર્શકો અને વિવેચકો બંને તરફથી સારી પ્રતિક્રિયા મળી રહી છે, અને બોક્સ ઓફિસ પર પણ ફિલ્મને લઈને ખૂબ ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે.

error: Content is protected !!