fbpx

બદલાઈ ગયો ટેસ્ટ ક્રિકેટનો આ નિયમ, MCCએ ઉઠાવ્યું ઐતિહાસિક પગલું

Spread the love

ક્રિકેટના નિયમો બનાવતી સંસ્થા મેરીલેબોન ક્રિકેટ ક્લબ (MCC)એ 2026 માટે નવા કાયદાની જાહેરાત કરી છે. આ કાયદા હેઠળ, ક્રિકેટના ઘણા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે, જેમાં ટેસ્ટ ક્રિકેટમાં મોટો ફેરફાર થયો છે. MCCએ ટેસ્ટ ક્રિકેટમાં એક નિયમ બદલ્યો છે જે આ ફોર્મેટમાં વધુ રોમાન્ચ ઉત્પન્ન કરશે. MCCના કાયદા અનુસાર, જો ટેસ્ટ મેચમાં દિવસની છેલ્લી ઓવરમાં વિકેટ પડે છે, તો રમત ત્યાં જ બંધ નહીં થાય; છેલ્લી ઓવર પૂર્ણ ન થાય ત્યાં સુધી રમત ચાલુ રહેશે.

Test-Cricket1

ટેસ્ટ ક્રિકેટમાં મોટો નિયમ ફેરફાર

MCCના કાયદા 12.5.2 મુજબ, જો દિવસની છેલ્લી ઓવરમાં વિકેટ પડે છે તો રમત દિવસ માટે બંધ નહીં થાય. સામાન્ય રીતે, જો દિવસની છેલ્લી ઓવરમાં વિકેટ પડે છે, તો મેચ બંધ કરી દેવામાં આવે છે. ત્યારબાદ બેટિંગ ટીમ બીજા દિવસે તેની રણનીતિ અનુસાર બેટ્સમેનને મેદાનમાં ઉતારતી હતી. પરંતુ, MCCના નિયમો અનુસાર, જો છેલ્લી ઓવરમાં વિકેટ પડે છે, તો મેચ તે દિવસના છેલ્લા બોલ સુધી ચાલુ રહેશે. આનાથી ફિલ્ડિંગ ટીમને મેચ પર નિયંત્રણ મેળવવામાં અથવા વિરોધી ટીમ પર દબાણ લાવવામાં વધુ મદદ મળશે.

Test-Cricket'

MCCના નવા નિયમો અનુસાર, મહિલા ક્રિકેટ અને જૂનિયર ક્રિકેટ (અંડર 13)માં વપરાતા બોલમાં મોટો ફેરફાર થશે. અત્યાર સુધી, મહિલા ક્રિકેટમાં બોલનું વજન 140 થી 151 ગ્રામ વચ્ચે રહેતું હતું અને માપ 21-22.5 સેન્ટિમીટર રહેતું હતું. જોકે, નવા નિયમો અનુસાર, બોલનું વજન હવે 140 થી 149 ગ્રામ અને માપ 21.5 થી 22 સેન્ટિમીટર હશે. જૂનિયર ક્રિકેટ (અંડર 13)માં  અત્યાર સુધી બોલનું વજન 133 થી 144 ગ્રામ અને માપ 20.5 થી 22 સેન્ટિમીટર રહેતું હતું. જોકે, નિયમોમાં ફેરફાર પછી, વજન 140-144 ગ્રામ અને માપ 20.5-21 સેન્ટિમીટર રહેશે.

error: Content is protected !!