
શનિવાર, 7 ફેબ્રુઆરી 2026 એટલે કે આવતીકાલની સવાર કદાચ તમારા માટે સારી નહીં હોય. કારણ કે એપ-આધારિત કેબ સેવાઓ હડતાળ પર છે. ‘ઓલ ઈન્ડિયા બ્રેકડાઉન’ નામથી થનારી આ હડતાળમાં દેશની ત્રણ મુખ્ય કેબ કંપનીઓ, ઓલા, ઉબર અને રેપિડોના હજારો ડ્રાઇવરો આ હડતાળમાં ભાગ લેવાના છે. આ રાષ્ટ્રવ્યાપી હડતાળની જાહેરાત તેલંગાણા ગિગ એન્ડ પ્લેટફોર્મ વર્કર્સ યુનિયન (TGPWU) દ્વારા કરવામાં આવી છે, જેને દેશભરના અનેક મજૂર સંગઠનોનો સપોર્ટ પણ મળ્યો છે.

તેલંગાણા ગિગ એન્ડ પ્લેટફોર્મ વર્કર્સ યુનિયન (TGPWU)ના સોશિયલ મીડિયા પોસ્ટ અનુસાર, એપ-આધારિત ટ્રાન્સપોર્ટ વર્કર્સ 7 ફેબ્રુઆરીએ 6 કલાક માટે હડતાળ પર રહેશે. ઈન્ડિયન એક્સપ્રેસ અનુસાર, પીક અવર્સ દરમિયાન, જ્યારે કેબની માંગ સૌથી વધુ હોય છે, જેમ કે સવાર કે સાંજે, કેબ ડ્રાઇવરો તેમની એપ્સ લોગ ઓફ કરશે. કહેવાનો અર્થ છે કે તેઓ બુકિંગ માટે ઉપલબ્ધ નહીં રહે. એપ સાથે જોડાયેલા ઓટો અને બાઇક ડ્રાઇવરો પણ હડતાળમાં ભાગ લઈ રહ્યા છે.
TGPWU અનુસાર, હડતાળનો હેતુ અનિયંત્રિત ભાડા અને કેબ સેવાઓમાં શોષણનો વિરોધ કરવાનો છે. તેની સાથે જ લઘુત્તમ બેઝ ભાડા જેવા મુદ્દાઓ પણ હડતાળનો ભાગ છે. ડ્રાઇવર યુનિયનોના જણાવ્યા અનુસાર, મોટર વ્હીકલ એગ્રીગેટર ગાઈડલાઇન, 2025ના અમલીકરણ છતા કેબ કંપનીઓએ એકતરફી ભાડું નક્કી કરવાનું ચાલુ રાખ્યું છે. TGPWU ખાનગી વાહનોના કોમર્શિયલ ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની પણ માંગ કરી રહ્યું છે
TGPWU મોટર વ્હીકલ એગ્રીગેટર ગાડઈડલાઇનની કલમ 17.3ને દૂર કરવાની પણ માંગ કરી રહ્યું છે, જે કેબ કંપનીઓને કોઈપણ સમયે નિર્ધારિત મર્યાદાથી 50 ટકા સુધી બેઝ ભાડું ઘટાડવાની મંજૂરી આપે છે. તેમના મતે, આમ કરવાથી ડ્રાઇવરો માટે પરિસ્થિતિ વધુ મુશ્કેલ બને છે. આ મુદ્દાઓને ઉકેલવા માટે ‘ઓલ ઇન્ડિયા બ્રેકડાઉન’ કરવામાં આવી રહ્યું છે.

સ્વાભાવિક રીતે, સપ્તાહના અંતે મુશ્કેલીઓ આવી શકે છે. એ જ સારું રહેશે કે તમે પોતાનો પ્લાન અગાઉથી બનાવી રાખો. મેટ્રો અને બસ રૂટ જેવા તમારા મુસાફરી વિકલ્પની જાણકારી મેળવી રાખો. અને તમે ઈચ્છો તો તાજેતરમાં શરૂ થયેલી ભારત ટેક્સીનો પણ ઉપયોગ કરી શકો છો, જે દેશની પ્રથમ સહકારી કેબ સેવા છે.
