
ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનો પર કંપની સેટીંગ સિવાય.ની વધુ વોલ્ટની વ્હાઇટ LED લાઇટ લગાવવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. આ નિયમ વિરુદ્ધ છે અને વાહન વ્યવહાર કમિશ્નરે તમામ RTOને આવા વાહનો સામે કાર્યવાહી કરવા માટે પરિપત્ર જાહેર કર્યો છે. આમા 5000 રૂપિયા સુધી દંડ અથવા 6 મહિનાની જેલની સજાની જોગવાઇ છે. પરંતુ હાસ્યાસ્પદ વાત એ છે કે, લાઇટને માપવા માટેનું લકસ મશીન જ RTOને આપવામાં નથી આવ્યું. છતા RTO દંડ વસુલી રહ્યા છે.
બીજું કે ઘણા ટ્રાફિક સિગ્નલો પર ડિજિટલ હોર્ડિંગ મુકવામાં આવે છે, તેનાથી પણ લોકોની આંખ અંજાઇ જાય છે. આવા હોર્ડિંગની પોલીસી એવી હોય છે કે, ટ્રાફીક પોઇન્ટથી 50 મીટર દુર રાખવા, પરંતુ આ નિયમોનું કોઇ પાલન થતું નથી.
