fbpx

મંત્રીજીએ કહ્યું- પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરો, SPએ કહ્યું- મારી પાસે અધિકાર નથી, મંત્રીજીએ કહ્યું- પાવર નથી તો અહીંથી ઉઠી જાવ

Spread the love

મંત્રીજીએ કહ્યું- પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરો, SPએ કહ્યું- મારી પાસે અધિકાર નથી, મંત્રીજીએ કહ્યું- પાવર નથી તો અહીંથી ઉઠી જાવ

હરિયાણાના કૈથલમાં એક સમિતિની બેઠક દરમિયાન એ સમયે તણાવપૂર્ણ સ્થિતિ બની ગઈ, જ્યારે મંત્રી અનિલ વિજ અને કૈથલના SP ઉપાસના વચ્ચે પોલીસ અધિકારીના સસ્પેન્શનને લઈને તીખી બહેસ થઈ ગઈ. બંનેએ હાજર અધિકારીઓની સામે ખુલ્લેઆમ અધિકારક્ષેત્ર અને પ્રક્રિયાને લઈને ખૂલીને ચર્ચા થઈ.

anil-vij2

અહેવાલો અનુસાર, કરનાલ પોલીસમાં તૈનાત ASI સંદીપ કુમાર પર જમીન વિવાદ સંબંધિત છેતરપિંડીનો આરોપ છે. એવો આરોપ છે કે ASI સંદીપે જમીન વેચવાના બદલામાં એક વ્યક્તિ પાસેથી લગભગ 7 લાખની રૂપિયા એડવાન્સ લીધા હતા. બાદમાં, જ્યારે જમીનના દસ્તાવેજો ખોટા હોવાનું જાણવા મળ્યું, ત્યારે ખરીદનારે સોદો રદ કર્યો અને તેના પૈસા પાછા માંગ્યા, પરંતુ સંદીપે પૈસા પાછા આપવાનો ઇનકાર કરી દીધો હતો. ત્યારબાદ કૈથલના તિત્રમ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો.

તપાસ દરમિયાન, એવું પણ સામે આવ્યું હતું કે આરોપી પોલીસ અધિકારીએ તપાસ ધીમી કરવા અને કેસને કરનાલના આર્થિક સેલમાં ટ્રાન્સફર કરવા માટે પોતાના પ્રભાવનો ઉપયોગ કર્યો હતો. કૈથલ સમિતિની બેઠકમાં આ મુદ્દા પર ચર્ચા થઈ હતી.

બેઠક દરમિયાન મંત્રી અનિલ વિજે SP ઉપાસનાને નિર્દેશ આપ્યો કે, સંબંધિત પોલીસ અધિકારીને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે. જેના પર SPએ સ્પષ્ટતા કરી કે સંબંધિત પોલીસ અધિકારી બીજા જિલ્લા એટલે કે કરનાલમાં પોસ્ટેડ છે અને એટલે તેને તેમના અધિકારક્ષેત્રમાં સસ્પેન્ડ કરવાનું શક્ય નથી. તેમણે કહ્યું કે તેઓ માત્ર DIG જેવા ઉચ્ચ અધિકારીઓને રિપોર્ટ મોકલી કરી શકે છે.

Tarique-Rahman

મંત્રી વિજે આ અંગે સખત નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, ‘પાવર નથી તો અહીંથી ઉઠી જાવ’, તેમના આદેશોના આધારે કાર્યવાહી થવી જોઈએ. જોકે, SPએ નિયમોનું પાલન કરવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. બાદમાં, જ્યારે પરિસ્થિતિ સ્પષ્ટ થઈ, ત્યારે મંત્રીએ કહ્યું કે તેમના આદેશનો ઉલ્લેખ કરીને DIGને પત્ર મોકલવામાં આવે.

આ સમગ્ર ઘટનાને પાછળથી ગેરસમજ ગણાવવામાં આવી. નિયમો અનુસાર, કોઈ પણ SP બીજા જિલ્લાના પોલીસ અધિકારીને સીધા સસ્પેન્ડ કરી શકતો નથી. બેઠક બાદ, નિયમો અનુસાર વહીવટી સ્તરે કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

error: Content is protected !!