અમદાવાદ થી દિલ્લી જઇ રહેલ કન્ટેનર મા આગ લાગી
પ્રાંતિજ ના દલપુર પાસે મોડીરાત્રીએ કન્ટેનર મા આગ લાગી
– પ્રાંતિજ-હિંમતનગર ફાયર ટીમ દ્રારા ધટના સ્થળે દોડી આવી આગ હોલવી
– રાત્રીના ત્રણ કલાક ની જહેમત બાદ કન્ટેનર મા લાગેલ આગ હોલવી
– કન્ટેનર મા રહેલ બધાજ સરસામાન બળી સ્વાહ આ થઈ ગયો
– ચાલક- કંડક્ટર નો આબાદ બચાવ
– આગ શોર્ટ સર્કિટ ને લઈ ને લાગી હોવાનુ અનુમાન
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના દલપુર પાસે રાત્રી ના અમદાવાદ થી હિંમતનગર તરફ જઈ રહેલ કન્ટેનર મા આગ લાગતા નાસભાગ મચી જવા પામી હતી તો પ્રાંતિજ હિંમતનગર ફાયર બ્રિગેડ ટીમ ધટના સ્થળે દોડી આવી આગ હોલવી





અમદાવાદ થી દિલ્લી તરફ જઈ રહેલ કન્ટેનર અમદાવાદ-હિંમતનગર નેશનલ હાઈવે-૪૮ ઉપર પ્રાંતિજ ના દલપુર પાસે થી કન્ટેનર પ્રસાર થઈ રહેલ હતુ તે દરમ્યાન તેમા શોર્ટ સર્કિટ ને લઈ ને રાત્રી ના આગલાગતા કન્ટેનર ના ચાલક ને ખબર પડતા રોડ ની સાઈડ મા કર્યુ હતુ તો આગ લાગવાને લઈ ને આજુ-બાજુમાંથી લોકો દોડી આવ્યા હતા ત્યારે કન્ટેનર મા રહેલ બેટરી ઓ , LED બલ્બ , કોમ્પ્યુટર ઓ , વાસણો સહિત નો સરસામાન જોતજોતામા આગે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા આગમા બળી ગયો હતો
તો પ્રાંતિજ-હિંમતનગર ફાયર ટીમ ને જાણ થતા પ્રાંતિજ-હિંમતનગર ફાયર ટીમ તાત્કાલિક ધટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચાલુ કરી ત્રણ કલાક ની જહેમત બાદ આગ ને હોલવી હતી તો આગમા બધોજ સરસામાન બળીને ખાખ થઈ ગયો હતો તો ચાલક સહિત કંડક્ટર નો આબાદ બચાવ થયો હતો તો આગ શોર્ટ સર્કિટ ને લઈ ને લાગી હોવાનુ પ્રાથમિક તપાસ મા લાગી રહ્યુ હતુ
જીલ રાવલ સાબરકાંઠા
