fbpx

પ્રાંતિજ ના નવાપુરા માં દુધ ઉ.સહકારી મંડળી મા ૨૮.૭૩ લાખથી વધુની ઉચાપત 

Spread the love

પ્રાંતિજ ના નવાપુરા માં દુધ ઉ.સહકારી મંડળી મા ૨૮.૭૩ લાખથી વધુની ઉચાપત 

– પૂર્વ સેક્રેટરી , પૂર્વ ચેરમેન વિરૂધ્ધ પોલીસ ફરિયાદ થઈ 

– મંડળી ના ચેરમેન દ્રારા પોલીસ ફરિયાદ કરી 

– પ્રાંતિજ પોલીસે પૂર્વ સેકેટરી , પૂર્વ ચેરમેન વિરૂધ્ધ ગુનોનોંધી આગળ ની તપાસ હાથ ધરી 

           

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના નવાપુરા ખાતે આવેલ ધી નવાપુરા (વા) દુધ ઉત્પાદક સહકારી મંડળી ના પૂર્વ સેક્રેટરી તથા પૂર્વ ચેરમેન દ્રારા ૨૮,૭૩,૦૪૩.૬૫ ની ઉચાપત કરાતાં પૂર્વ સેકેટરી , પૂર્વ ચેરમેન વિરૂધ્ધ પોલીસ ફરીયાદ થઈ  

     પ્રાંતિજ ના નવાપુરા ખાતે આવેલ ધી નવાપુરા (વા)દુધ ઉત્પાદક સહકારી મંડળી માં ફરજ બજાવતાં પૂર્વ સેક્રેટરી રણજીતસિંહ રતનસિંહ મકવાણા તથા પૂર્વ ચેરમેન ગાંડાજી મોતીજી મકવાણા દ્વારા પોતાની ફરજ દરમ્યાન તા.૧|૪|૨૦૨૩ થી ૩૧|૩|૨૦૨૫ સુધીના સમય દરમ્યાન મંડળી ની ઉધડતી સિલ્ક રૂ.૧૯,૬૨,૮૩૮.૬૫ તથા માલ સામાન ના ચીજવસ્તુઓ વેચાણ ના સ્ટોકમાં રૂ.૬,૧૦,૨૦૫ તથા મકાન ધસારા ફંડ મા રૂ.૧,૫૦,૦૦૦ તથા ગ્રાહકોના એડવાન્સ રૂ.૧,૫૦,૦૦૦ આપ્યાનુ બતાવી વ્યક્તિગત ઉપયોગ કરી રકમ મંડળીમા જમા નહી કરાવી કુલ રૂપિયા ૨૮,૭૩,૦૪૩,૬૫ નો પોતાના અંગત કામ માટે ઉપયોગ મા લઇ મંડળીમાં કોઇ રજીસ્ટર માં જમા ઉધાર નહી કરી પરત નહી ભરી કાયમી નાણાંકીય ગેરરીતી કરી પોતાની ફરજમા નિષ્કાળજી રાખી એકબીજા ની મદદગારી કરતા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા મંડળી ના ચેરમેન અરૂણસિંહ વિક્રમસિંહ મકવાણા રહે.નવાપુરા (વા) તા.પ્રાંતિજ જિ.સાબરકાંઠા દ્રારા પોલીસ ફરિયાદ કરતા પ્રાંતિજ પોલીસે મંડળીના પૂર્વ સેકેટરી રણજીતસિંહ રતનસિંહ મકવાણા તથા પૂર્વ ચેરમેન ગાંડાજી મોતીજી મકવાણા બંને રહે.નવાપુરા (વા) તા.પ્રાંતિજ જિ.સાબરકાંઠા વિરૂધ્ધ આઇપીસીકલમ ૩૧૬(૪),૫૪ મુજબ ગુનોનોધી આગળની તપાસ પ્રાંતિજ પોલીસ સ્ટેશન ના પીએસઆઇ જે.ડી.પટેલ દ્રારા તપાસ હાથ ધરવામા આવી છે 

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!