fbpx

જબરા નમુના છે… ભારતની યુનિવર્સિટી AI સમીટમાં ચીનનો રોબો ડોગ લઈ આવી અને કહ્યું આ અમે બનાવ્યું છે, પછી સરકારે…

Spread the love

જબરા નમુના છે... ભારતની યુનિવર્સિટી AI સમીટમાં ચીનનો રોબો ડોગ લઈ આવી અને કહ્યું આ અમે બનાવ્યું છે, પછી સરકારે...

AI ઇમ્પેક્ટ સમિટ 2026માં ગલગોટિયાસ યુનિવર્સિટી દ્વારા રજૂ કરાયેલા રોબો ડોગથી વિવાદ ઉભો થઇ ગયો છે. આ રોબો ડોગ ચીની કંપની યુનિટ્રીનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. વીડિયો વાયરલ થયા બાદ, ગલગોટિયાસ યુનિવર્સિટીને સમિટના એક્સ્પો વિસ્તારમાંથી તાત્કાલિક હટાવવાનું કહેવામાં આવ્યું છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, વાયરલ વીડિયો અને ત્યારબાદ થયેલા વિવાદ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.

Galgotias-University2

ઉલ્લેખનીય છે કે, AI ઇમ્પેક્ટ સમિટમાં ગલગોટિયાસ પેવેલિયનમાં એક રોબોટ ડોગ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં દાવો કરવામાં આવ્યો હતો કે તે તેમના સેન્ટર ઓફ એક્સેલન્સનું ઇનોવેશન છે. જો કે, કેટલાક ટેક યુઝર્સ અને ઉદ્યોગ નિરીક્ષકોએ ઓબ્ઝર્વ કર્યું હતું કે આ ડિવાઇસ ચીનની કંપની યુનિટ્રી રોબોટિક્સના કોમર્શિયલ મોડેલ જેવું લાગે છે, જે બજારમાં પહેલાથી જ ઉપલબ્ધ છે. ત્યારબાદ વિવાદ વધી ગયો હતો.

વિવાદ વધતા, યુનિવર્સિટીએ સ્પષ્ટતા કરી કે રોબોટને ઇન-હાઉસ ડેવલપમેન્ટ તરીકે રજૂ કરવામાં આવ્યો નથી. તેમનું કહેવું હતું કે આ ડિવાઇસ વિદ્યાર્થીઓની તાલીમ અને સંશોધન માટે ખરીદવામાં આવ્યું હતું અને શૈક્ષણિક હેતુઓ માટે પ્રદર્શિત કરવામાં આવ્યું હતું.

આ મામલે રાહુલ ગાંધીની પણ એક ટ્વીટ આવી છે. તેમણે પોસ્ટમાં લખ્યું હતું કે, AI ઇમ્પેક્ટ સમિટમાં ચીની ઉત્પાદનોનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.

સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, સમગ્ર મામલાને ગંભીરતાથી લેવામાં આવ્યો હતો, અને આયોજકોએ તાત્કાલિક કાર્યવાહી કરી હતી, યુનિવર્સિટીને એક્સ્પો જગ્યા ખાલી કરવા કહ્યું હતું. અત્યાર સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.

Robot-Dogs1

AI ઇમ્પેક્ટ સમિટ જેવા આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર દરેક ડેમો અને દરેક દાવાની ખૂબ જ બારીકાઈથી તપાસ કરવામાં આવે છે. અહીં પ્રદર્શિત કરવામાં આવેલી ટેક્નોલોજી માત્ર પ્રેક્ષકો માટે જ નહીં, પરંતુ વૈશ્વિક પ્રેક્ષકો માટે છે. એટલે, કોઈપણ ગેરસમજ અથવા અસ્પષ્ટ રજૂઆત તરત જ ચર્ચા અને વિવાદને વેગ આપી શકે છે. હવે બધાની નજર એ વાત પર છે કે, આ બાબતે આયોજકોના સત્તાવાર શું નિવેદન જાહેર કરે છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ટાળવા માટે શું દિશા-નિર્દેશ આપવામાં આવે છે.

error: Content is protected !!