
AIને કારણે બજારમાં ઘણી કંપનીઓ અભૂતપૂર્વ નફાનો અનુભવ કરી રહી છે. એક સમયે બંધ થવાની આરે રહેલી GPU ઉત્પાદક NVIDIA, આજે વિશ્વની સૌથી મોટી કોર્પોરેશનોમાંથી એક બની ગઈ છે. જો કે, આ પહેલી ઘટના છે જ્યાં શૂઝ ઉત્પાદક કંપની અચાનક AIને કારણે સફળતા તરફ આસમાને પહોંચી ગઈ છે. બંધ થવાની આરે રહેલી ફૂટવેર કંપની માટે AIએ નસીબ બદલી નાખ્યું છે. અમેરિકન સ્નીકર ઉત્પાદક કંપની ઓલબર્ડ્સે જેવી જ જાહેરાત કરી કે તે ફૂટવેર વ્યવસાય છોડીને AIમાં શિફ્ટ થઇ રહી છે, તેના શેરમાં 700 ગણો વધારો થયો.

અમેરિકા સ્થિત સ્નીકર ઉત્પાદક ઓલબર્ડ્સને શૂઝ ચાલી રહ્યા નહોતા. જ્યાં વર્ષ 2022માં 36,000 કરોડ રૂપિયાનો કારોબાર હતો, તો 2026 સુધીમાં આ આંકડો ઘટીને માત્ર 2,000 કરોડ રૂપિયા થઈ ગયો હતો. કંપનીએ નિર્ણય લીધો કે બિઝનેસ બંધ કરવાને બદલે વ્યૂહાત્મક પરિવર્તન કરી લઇએ. વ્યવસાયિક ભાષામાં આને પિવોટ્સ કરવાનું કહેવામાં આવે છે. ઓલબર્ડ્સ હવે ફૂટવેર ક્ષેત્રમાંથી બહાર નીકળી ગયું છે અને AI કમ્પ્યુટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે બજારમાં પ્રવેશ્યું છે.
જ્યારે બજારને આના સમાચાર મળ્યા, ત્યારે કંપનીના શેરમાં ભારે ઉછાળો આવ્યો. ઓલબર્ડ્સના એક શેરનો વર્તમાન ભાવ 16.99 ડૉલર છે, જે તેના અસલી મૂલ્ય કરતા 583 ગણો વધારે છે. એક સમયે તો શેરનો ભાવ 700 ગણો વધીને 23.13 ડૉલરની ટોચે પહોંચ્યો હતો. કંપનીએ સફળતાપૂર્વક 4,600 કરોડ રૂપિયાનું ભંડોળ પણ મેળવ્યું છે. કંપની હવે, શૂઝ બનાવવાને બદલે, લૉ લેટન્સી AI કમ્પ્યુટ હાર્ડવેરના ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરશે. ઓલબર્ડ્સના જણાવ્યા અનુસાર, કંપની હાઉ પરફોર્મન્સ અને લૉ લેટેન્સીવાળા AI કમ્પ્યુટ હાર્ડવેરને લીજ સમજૂતીઓના માધ્યમથી ઉપલબ્ધ કરાવવાની યોજના બનાવી રહી છે.

તેના ફૂટવેર વ્યવસાયની વાત કરીએ તો, તે હાલમાં બંધ થવાનો નથી. કંપનીએ જાહેરાત કરી છે કે તેણે તેના શૂઝ અને ચપ્પલ સંબંધિત વ્યવસાયને અમેરિકન એક્સચેન્જ ગ્રુપને 3,500 કરોડ રૂપિયામાં વેચી દીધો છે. અમેરિકન એક્સચેન્જ ગ્રુપ એક બ્રાન્ડ મેનેજમેન્ટ ફર્મ છે જેમાં અમેરિકન એક્સચેન્જ અને એરોસોલ્સ જેવી બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે. આ ગ્રુપ ઓલબર્ડ્સ નામથી તેના ઉત્પાદનો વેચવાનું ચાલુ રાખશે. ઓલબર્ડ્સની સ્થાપના 2015માં ફૂટબોલર ટિમ બ્રાઉન અને રિન્યૂએબલ રિસોર્સ નિષ્ણાત જોય ઝ્વિલિંગર દ્વારા કરવામાં આવી હતી. સારું છે, આને કહેવાય વહેતી ગંગામાં હાથ ધોવા.
પ્રાંતિજ ખાતે એ.પી.જવેલર્સ સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાનો વિશાળ એક માત્ર શોરૂમ