fbpx

25 કરોડનો ખેલાડી કોલકાતાને માથે પડ્યો, શું BCCI પગાર ‘કાપી’ લેશે, જાણો શું છે નિયમો

Spread the love
25 કરોડનો ખેલાડી કોલકાતાને માથે પડ્યો, શું BCCI પગાર 'કાપી' લેશે, જાણો શું છે નિયમો

ગયા વર્ષે 16 ડિસેમ્બરે અબુ ધાબીમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (2026) માટે મીની ઓક્શન યોજાયું હતું. ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીન પર પૈસાનો વરસાદ થયો હતો.

ગ્રીનને ત્યારે કોલકાતા નાઈટ રાઈડર્સે રૂ. 25.20 કરોડમાં ખરીદ્યો હતો. આનાથી તે સમયે કેમેરોન ગ્રીન IPL ઇતિહાસનો સૌથી મોંઘો વિદેશી ખેલાડી બન્યો. ગ્રીને તેના જ દેશના મિશેલ સ્ટાર્કનો રેકોર્ડ પણ તોડી નાખ્યો હતો.

ડાબા હાથના ફાસ્ટ બોલર સ્ટાર્કને IPL 2024ની હરાજીમાં KKRએ રૂ. 24.75 કરોડમાં ખરીદ્યો હતો. રિષભ પંત (રૂ. 27 કરોડ રૂપિયા) IPLનો સૌથી મોંઘો ખેલાડી છે.

Cameron-Green1

પરંતુ આ અપડેટ પછી, હવે વાત કરીએ કેમેરોન ગ્રીનના હાલના IPL ફોર્મ વિશે, એટલે કે IPL 2026 વિશે વાત કરીએ, જ્યાં ગ્રીન બેટ સાથે સંઘર્ષ કરતો જોવા મળે છે. એવું લાગે છે કે, તેની બેટિંગમાં હવે પહેલા જેવી ધાર નથી રહી, ન તો તે ઝડપથી રન બનાવી શકે છે અને ન તો તે મેદાનમાં રમતમાં ટકી શકે છે.

એકંદરે, શાહરૂખ ખાનની માલિકીની આ ટીમ હવે એ વિચારવા પર મજબુર થશે કે તેમણે આ ખેલાડીને કેમ ખરીદ્યો. જ્યારે તે બોલિંગ કરી રહ્યો ન હતો, અને ઘણા ક્રિકેટ જગતના દિગ્ગજો આશ્ચર્ય પામી રહ્યા હતા કે આવા ખેલાડીમાં આટલું મોટું રોકાણ કરવાનું કારણ શું છે.

14 એપ્રિલના રોજની મેચમાં, નૂર અહેમદના પહેલા જ બોલ પર તે ગોલ્ડન ડક માટે આઉટ થયો હતો; એવું લાગતું હતું કે, તે આ બોલ માટે સંપૂર્ણપણે તૈયાર જ નહોતો.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ 30 માર્ચે બોલિંગમાં તેની ગેરહાજરી અંગે સ્પષ્ટતા બહાર પાડી હતી. નિવેદનમાં એમ કહેવામાં આવી રહ્યું હતું કે, ‘કેમેરોનને કમરના નીચેના ભાગમાં ઈજા છે, જેના માટે તેનો ઈલાજ ચાલુ છે, પરંતુ તેના કારણે, તેને થોડા સમય માટે બોલિંગથી દૂર રહેવું પડશે. તે ધીમે ધીમે ભારતમાં તેના બોલિંગ વર્કલોડમાં વધારો કરી રહ્યો છે અને 10-12 દિવસમાં પાછો ફરવાની અપેક્ષા છે.’

Cameron-Green2

આમ જોઈએ તો તેની બોલિંગ તો છોડો, તે બેટ સાથે પણ સંઘર્ષ કરી રહ્યો છે. આંકડા આ વાત સાબિત કરે છે. અત્યાર સુધી, તેણે આ IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સ માટે 5 મેચોમાં 5 ઇનિંગ્સમાં 56 રન બનાવ્યા છે, જેમાં તેનો શ્રેષ્ઠ સ્કોર 32(નોટ આઉટ) છે. ગ્રીનની બેટિંગ એવરેજ 14 છે અને તેનો સ્ટ્રાઇક રેટ 143.58 છે. આ સમયગાળા દરમિયાન, તેણે 5 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા છે.

જ્યારે તેના બોલિંગના આંકડા ખૂબ જ નિરાશાજનક નજરે આવે છે. પાંચ મેચોમાં બે ઇનિંગ્સમાં, તેણે 24 બોલમાં 58 રન આપ્યા છે. આ સમયગાળા દરમિયાન, તેને અત્યાર સુધી ફક્ત એક જ IPL સફળતા મળી છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે, તે તેને મળેલી કિંમત પ્રમાણે રમી શક્યો નથી.

IPL ગવર્નિંગ કાઉન્સિલના નિયમો અનુસાર, કોઈપણ વિદેશી ખેલાડી મીની-હરાજીમાં મહત્તમ રૂ. 18 કરોડ કમાઈ શકે છે, પછી ભલે ફ્રેન્ચાઇઝ તે રકમથી વધુ રકમની તેની બોલી લગાવે.

Cameron-Green3

આનો અર્થ એ છે કે, જો બોલી રૂ. 18 કરોડથી વધુ હોય, તો પણ વિદેશી ખેલાડીને એટલી જ રકમ મળશે. આ નિયમ સૌપ્રથમ IPL 2025 માટે મેગા ઓક્શનમાં લાગુ કરવામાં આવ્યો હતો અને પછીથી તેને મીની ઓક્શનમાં પણ લાગુ કરવામાં આવ્યો હતો.

આનો ઉદ્દેશ્ય નાણાકીય શિસ્ત જાળવવાનો અને મીની ઓક્શનમાં વધુ પડતી બોલીઓ પર રોક લગાવવાનો હતો. આ જ કારણ છે કે, ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીનને રૂ. 25.20 કરોડમાં હરાજી કરવામાં આવ્યા હતા, પરંતુ તેમનો IPL પગાર ફક્ત રૂ. 18 કરોડ રહેશે. બાકીના રૂ. 12 કરોડ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના ખેલાડીઓના કલ્યાણ ભંડોળમાં જશે. જોકે, ફ્રેન્ચાઇઝ ટીમે પોતાના ખિસ્સામાંથી રૂ. 25.20 કરોડ ચૂકવવા પડશે.

એકંદરે, આ નિયમ ફક્ત વિદેશી ખેલાડીઓને જ લાગુ પડે છે, જ્યારે ભારતીય ખેલાડીઓ સંપૂર્ણ બોલી રકમ માટે હકદાર રહેશે, ભલે તે રૂ. 18 કરોડથી વધુ હોય. IPL 2025 માટે મેગા ઓક્શનમાં રિષભ પંત સૌથી મોંઘો ખેલાડી હતો. પંતને લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) દ્વારા રૂ. 27 કરોડમાં ખરીદવામાં આવ્યો હતો અને તેને તેનો સંપૂર્ણ પગાર મળ્યો હતો. પંત IPL ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી છે.

પ્રાંતિજ ખાતે એ.પી.જવેલર્સ સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાનો વિશાળ એક માત્ર શોરૂમ

Leave a Reply

error: Content is protected !!