fbpx

12 ટન કિટકેટ ચોકલેટ ભરેલી એક આખી ટ્રક ચોરાઈ ગઈ

Spread the love

12 ટન કિટકેટ ચોકલેટ ભરેલી એક આખી ટ્રક ચોરાઈ ગઈ

યુરોપમાં ચોકલેટ સંબંધિત એક ઘટના પ્રકાશમાં આવી છે, જેણે બધાને ચોંકાવી દીધા છે. સ્વિસ ફૂડ જાયન્ટ નેસ્લેની કિટકેટ ચોકલેટ ભરેલી એક આખી ટ્રક ડિલિવરી દરમિયાન ગાયબ થઈ ગઈ. ટ્રક મધ્ય ઇટાલીથી પોલેન્ડ જવા રવાના થઈ હતી પરંતુ તેના ગંતવ્ય સ્થાને પહોંચતા પહેલા જ તેની ચોરી થઇ ગઈ હતી.

‘મારી ચોકલેટ અહીં ફ્રીજમાં મૂકી હતી. કોણ તે ચોરી ગયું?’ તમે ચોક્કસ કોઈ પર આ પ્રકારનો આરોપ લગાવ્યો હશે, અથવા કદાચ આ નિર્દોષ ચોરી જાતે પણ કરી હશે. પછી, તમે એકલા બેસીને તેનો આનંદ માણ્યો હશે. જ્યારે ચોકલેટ કિટકેટ હોય, અંદરથી કરકરી અને બહારથી ચોકલેટી હોય ત્યારે મજા બમણી થઈ જાય છે. પરંતુ ચોકલેટ પ્રત્યેના આ પ્રેમ એક માણસ પર ભરી પડ્યો. તેણે કિટકેટ કંપનીને જ લૂંટી લીધી. અને તે કોઈ નાની એવી લૂંટ નહોતી, તેણે કુલ 12 ટન કિટકેટ ચોકલેટ ચોરી લીધી. તો ચાલો અમે તમને બધું જ જણાવી દઈએ.

Kitkat Heist

ઇટાલીથી પોલેન્ડ જવા માટે એક ટ્રક રવાના થઈ. આ ટ્રકમાં કુલ 12 ટન કિટકેટ ચોકલેટ હતી. આંકડામાં બતાવીએ તો, તે આશરે 4 લાખ 13 હજાર 793 કિટકેટના પેકેટ. ટ્રક તેના મૂળ સ્થાનેથી તો નીકળી ગઈ હતી, પરંતુ ક્યારેય તેના આખરી સ્થાને પહોંચી નહીં. તે ટ્રક રસ્તામાં જ ક્યાંક ગાયબ થઈ ગઈ.

કંપનીએ પોતે જ ઘટનાની પુષ્ટિ કરી હતી, અને કહ્યું હતું કે, ટ્રક પરિવહન દરમિયાન જ ગાયબ થઈ ગઈ હતી. હાલમાં, ન તો ટ્રક મળી છે કે ન તો તેમાં રહેલી ચોકલેટના પેકેટ મળ્યા છે. આ રહસ્યમય રીતે ગાયબ થયા પછી, તપાસ એજન્સીઓ સક્રિય થઈ ગઈ છે અને સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

કિટકેટ ચોકલેટ નેસ્લે દ્વારા બનાવવામાં આવે છે. જ્યારે નેસ્લેએ તેના ટ્રકની કોઈ ખબર ન મળી, ત્યારે તેણે એક રિપોર્ટ લખાવી હતી. ત્યારપછી નેસ્લેએ X પર પોસ્ટ કરીને બધા ચોકલેટ પ્રેમીઓને આ ચોકલેટ ચોરી વિશે જાણ કરી.

Kitkat Heist

નેસ્લેએ જણાવ્યું હતું કે, તે હંમેશા લોકોને ‘કિટકેટ સાથે બ્રેકઅપ’ કરવાનું કહે છે. પરંતુ આજે, કોઈ બીજાએ તેને બ્રેકઅપ આપ્યું, અને તે પણ 12 ટનનું બ્રેક. કંપનીએ પોતાની જાતે જ આનંદ માણ્યો, પણ કંપનીએ એક ચિંતા પણ વ્યક્ત કરી. તેને યાદ આવ્યું કે ઇસ્ટર નજીક આવી રહ્યું છે. આવી સ્થિતિમાં, આટલી મોટી ચોરી પુરવઠાની અછત ઊભી કરી શકે છે. પરંતુ છેલ્લી લાઇનમાં લખ્યું હતું કે, ‘શાંત થઇ જાઓ, કંઈ થયું નથી.’ એવું કહેવામાં આવ્યું હતું કે, આ લાંબા ગાળે પુરવઠાને અસર પડશે નહીં.

આ ચોકલેટ યુરોપિયન બજારમાં ગેરકાયદેસર રીતે વેચાઈ શકે છે. જોકે, નેસ્લેએ ચોકલેટ ચોરને પકડવાનો એક રસ્તો પણ રજૂ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે દરેક ચોકલેટનો એક અનોખો બાર કોડ હોય છે. આ બાર કોડ સ્કેન કરવાથી ગુનેગાર સુધી પહોંચી શકાય છે.

રસપ્રદ વાત એ છે કે, કિટકેટે પણ આ ઘટના પર હળવાશથી ટિપ્પણી કરી હતી. કંપનીએ કહ્યું, ‘આપણે એ સ્વીકારવું પડશે કે, ચોરોનો સ્વાદ ખરેખર અદ્ભુત છે, પરંતુ કાર્ગો ચોરી તમામ કદના વ્યવસાયો માટે એક મોટી સમસ્યા બની રહી છે.’

Kitkat Heist

કંપની કહે છે કે, એકવાર કોડ મેચ થઈ જાય, પછી પુરાવા એકત્રિત કરવામાં મદદ કરવા માટે સૂચનાઓ બહાર પાડવામાં આવશે. કંપની તપાસ માટે સ્થાનિક અધિકારીઓ સાથે સંપર્કમાં છે. પરંતુ પ્રશ્ન એ જ રહે છે કે, ચોરે આટલી બધી ચોકલેટનું શું કર્યું? ચાલો કઈ નહીં, જ્યારે તે પકડાશે ત્યારે તે જાતે જ કહેશે.

હાલમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે, આટલી મોટી ટ્રક ક્યાં ગાયબ થઈ ગઈ? ​​નેસ્લેએ હજુ સુધી ચોરીનું સ્થાન જાહેર કર્યું નથી. તપાસ ચાલુ છે, અને બધાની નજર આ ચોકલેટ ચોરી અંગે કોઈ કડીઓ મળશે કે કેમ તેના પર છે.

error: Content is protected !!