
વર્ષ 2011માં જમ્મુ-કશ્મીર ડેવલપમેન્ટ ઓથોરિટી(JDA)એ 5.38 કનાલની સરકારી જમીનની હરાજી કરી હતી. ચંગારામ નામના વ્યકિતએ બીડ જીતી હતી. કનાલ દીઠ 41 લાખ રૂપિયા લેખે જમીનના કુલ 2.20 કરોડ રૂપિયા નક્કી થયા હતા.ચંગારામે પહેલા હપ્તા પેટે 25 લાખ રૂપિયા જમા કરાવી દીધા હતા.
પરંતુ જ્યારે જમીન જોવા ગયા ત્યારે ખબર પડી કે તેના પર ગેરકાયદે બાંધકામો થયા છે અને મોટા પાયે અતિક્રમણ થયેલું છે. ચંગારામે જમ્મુ-કશ્મીર હાઇકોર્ટમાં કેસ દાખલ કર્યો તો કોર્ટે ચુકાદો આપ્યો કે, ચાંગારામને 2011ના દપે બાકીની રકમ લઇને સરકાર જમીનનું અંતિમ એલોટમેન્ટ આપે અને કબજા મૂક્ત જમીન આપે. સાથે કોર્ટે JDA પર કોર્ટને ગેરમાર્ગે દોરવા માટં 50000 રૂપિયાનો દંડ કર્યો છે.