fbpx

દીકરીએ અન્ય સમાજમાં લગ્ન કર્યા તો પિતાએ શોક સંદેશો છપાવી દીધો

Spread the love
દીકરીએ અન્ય સમાજમાં લગ્ન કર્યા તો પિતાએ શોક સંદેશો છપાવી દીધો

રાજસ્થાનથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. દીકરીએ અન્ય સમાજના યુવાન સાથે લગ્ન કરી લીધા તો નારાજ થયેલા પિતાએ અખબારોમાં દીકરીનો શોક સંદેશો છપાવી દીધો. મારે માટે મારી દીકરી મરી ગઇ છે એવું લખાવી દીધું. આ વાત સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની છે.

રાજસ્થાનના ભિલવાડા જિલ્લામાં આવેલા અમાલ્યા ગામમાં 27 વર્ષની આંકાક્ષા કામાવતે અન્ય સમાજના યુવક સાથે લગ્ન કરી લીધા આનાથી નારાજ થયેલા પિતા દેવેન્દ્રસિંહ કામાવતે આકાંક્ષાનો શોક સંદેશો છપાવી દીધો અને લખ્યું કે, 20 માર્ચે આકાંશનું નિધન થયું, 22 માર્ચે સ્મૃતિ સભા અને 31 માર્ચે બ્રહ્મભોજનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પહેલા પિતાએ દીકરીને ઘણી સમજાવી હતી, પરંતુ આકાંક્ષા માની નહોતી અને યુવક સાથે લગ્ન કરી લીધા હતા.

error: Content is protected !!