fbpx

ગુજરાતની વધુ એક ગાયિકાએ પ્રેમ લગ્ન કરતા વિવાદ, ભાઈએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને સમાજ પાસે માંગી મદદ

Spread the love
ગુજરાતની વધુ એક ગાયિકાએ પ્રેમ લગ્ન કરતા વિવાદ, ભાઈએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને સમાજ પાસે માંગી મદદ

ગુજરાતમાં વધુ એક લોકગાયિકાએ પ્રેમ લગ્ન કરી લેતા વિવાદ સર્જાયો છે. બેવફા સોંગ ક્વીન તરીકે ઓળખાતી કાજલ મહેરિયાએ પરિવારની જાણ બહાર લગ્ન કરી લેતા તેના ભાઈ સંદીપ મહેરિયાએ સોશિયલ મીડિયા પોસ્ટ કરીને સમાજને મદદ માટે વિનંતી કરી છે.  સંદીપ મહેરિયાએ પોસ્ટ કરીને લખ્યું કે, ગુજરાતના સિંગર કાજલબેન મહેરિયાએ ઘર-પરિવારની જાણ બહાર લગ્ન કર્યા છે. સમાજ કે પરિવારને જાણ નથી. જેથી આ સમાજ તથા 18 આલમ મહેરિયા પરિવારને સપોર્ટ કરવા વિનંતી. જેને પગલે વિવાદે મોટું સ્વરૂપ ધારણ કર્યું છે.

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, રવિવારે કાજલ મહેરિયાના પરિવારજનો અને મહેરિયા સમાજના આગેવાનો ગાંધીનગરના શેરથા કાજલની સાસરીમાં પહોંચી ગયા હતા, જેને કારણે પોલીસ દોડતી થઈ ગઈ હતી. બાદમાં સમાજના આગેવાનો અડાલજ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં કાજલ મહેરિયાના લગ્ન અંગે પૂછપરછ કરી હતી. કાજલે પોતાનું મેરેજ સર્ટિફિકેટ રજૂ કરવાની તૈયારી દર્શાવવામાં આવી હતી

આ વિવાદ ત્યારે વધુ વકર્યો જ્યારે કાજલના પરિજનો અને સમાજના 70 જેટલા લોકો ગાડીઓનો કાફલો લઈને શેરથા ગામ પહોંચ્યા હતા. જેના પગલે કાજલના પતિએ 112 માં ફોન કરીને મદદ માંગતા અડાલજ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. સમાજના લોકોએ અડાલજ પોલીસ સ્ટેશન જઈ કાજલના લગ્ન અંગે સત્તાવાર પૂછપરછ કરી હતી. એ વખતે કાજલ મહેરિયાએ પોતાના લગ્નનું મેરેજ સર્ટિફિકેટ સોમવારે પોલીસને મોકલી આપવાની વાત કરી હતી. ત્યારબાદ બંને પક્ષના લોકો પોલીસ સ્ટેશનથી રવાના થઈ ગયા હતા.

Photo-(2)

આ અંગે અડાલજ પોલીસ મથકના PI એસ. જી. દેસાઈએ કહ્યું કે, કાજલ મહેરિયાના પરિવારજનો અહીં આવ્યા હતા. પરિવારની રજૂઆત હતી કે, કાજલે મેરેજ કર્યા છે કે નહીં? એણે જાણ કરી નથી એટલે અમે પૂછવા અહીં આવ્યા છીએ. જેથી કાજલે મેરેજ સર્ફિટિકેટ રજૂ કરવાની તૈયારી દર્શાવી હતી. આ મામલે હાલના તબક્કે બીજી કોઈ અરજી કે ફરિયાદ પણ નથી.

kajal-maheriya

ઉલ્લેખનીય છે કે આ અગાઉ રાધનપુરના સિનાડ ગામની વતની કિંજલ રબારીએ અશોક ચૌધરી નામના યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હતા. આ લગ્નની જાહેરાત કિંજલે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને કરી હતી. ત્યારબાદ બે સમાજ વચ્ચે ભારે વિવાદ સર્જાયો હતો. કિંજલ રબારી દ્વારા શરૂઆતમાં તો વીડિયો બનાવી પોલીસ પાસે મદદ માગી હતી. જો કે, વિવાદ વધુ વકર્યા બાદ બંને સમાજના આગેવાનોએ બેઠક કરી મામલો શાંત પાડ્યો હતો અને અંતે કિંજલ રબારી પોતાના ઘરે પરત ફરી હતી.

આ ઉપરાંત સુરતમાં રહેતી પાટીદાર યુવતી અને ગાયિકા આરતી સાંગાણીએ તેની સાથે સ્ટેજ પ્રોગ્રામ કરતા તબલાવાદક દેવાંગ ગોહેલ સાથે મૈત્રી કરાર કરી રહેવા લાગતા આરતીના પરિવારજનો અને પટેલ સમાજના આગેવાનોમાં વિરોધનો સૂર ઊઠ્યો હતો. જ્યારે ગુજરાતની લોકપ્રિય સિંગર કિંજલ દવેએ પોતાની જ્ઞાતિ બહાર એક્ટર અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સાથે સગાઈ કરતા પાંચ પરગણાં બ્રહ્મસમાજમાં વિરોધનો સૂર ઊઠ્યો હતો.

પ્રાંતિજ ખાતે એ.પી.જવેલર્સ સાબરકાંઠા-અરવલ્લી જિ

Leave a Reply

error: Content is protected !!