fbpx

શું કોંગ્રેસ અને  AAPનું અંદર-અંદર સેટિંગ છે?

Spread the love
શું કોંગ્રેસ અને  AAPનું અંદર-અંદર સેટિંગ છે?

ગુજરાતમાં કોંગ્રેસ મરવાના વાંકે જીવી રહી છે અને આમ આદમી પાર્ટી ખૂબ જ ઝડપથી આગળ આવી રહી છે. આ તો હાલ સુધી બન્નેનો ભૂતકાળ થયો પરંતુ તેમનું ભવિષ્ય શું હશે અને વર્તમાન શું છે. કેટલાક રાજકીય વિશ્લેષકો કહે છે કે બન્ને પાર્ટીઓ સમજી ગઇ છે કે જો જુદા જુદા લડીશું તો બન્ને હારીશું અને અંદરથી એકબીજાને સહયોગ કરીશું તો સત્તામાં ભલે નહીં આવીએ પરંતુ મજબૂત વિપક્ષ તરીકે તો આગળ આવીશું જ. આમાં કેટલું તથ્ય છે તે તો પરિણામો ઉપરથી જ ખબર પડશે પરંતુ કેટલાક સંકેતો દેખાઇ રહ્યા છે. 

ઉમરેઠમાં આપે ઉમેદવારી ન કરી 

ઉમરેઠમાં વિધાનસભાની પેટા ચૂંટણી છે. ત્યાં ભાજપના સ્વર્ગસ્થ નેતાના પુત્ર ચૂંટણી લડી રહ્યા છે તો સામે કોંગ્રેસમાં પણ મજબૂત નેતા ઊભા રહ્યા છે. 23 તારીખે ચૂંટણી છે. પરંતુ આશ્ચર્યજનક રીતે આમ આદમી પાર્ટીએ અહીં ઉમેદવાર ઊભો રાખ્યો નથી. પાર્ટીનું કહેવું છે કે  સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં વધુ ધ્યાન આપવા માગે છે. જોકે, આ લોજિક ગળે ઉતરે એવું નથી. કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં તો તેમણે બધે જ ઉમેદવારો ઉભા રાખ્યા છે. 

03
03

સુરતમાં શાહપોર નાણાવટમાં કોંગ્રેસમાંથી આપમાં ગયેલા ઉમેદવાર

જો સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની વાત કરીએ તો આમ આદમી પાર્ટીએ સુરતમાં ફિરોઝ મલેક અને કલ્પેશ બારોટ જેવા જૂના કોંગ્રેસી નેતાઓને પોતાની સાથે લઇ હાલ ટિકિટો આપી છે. શાહપોર નાણાવટમાં તો ફિરોઝ મલેક જે સીટ પર લડે છે ત્યાં કોંગ્રેસના ઉમેદવાર ફોર્મમાં પાર્ટીનું નામ જ લખવાનું ભૂલી ગયા હતા તેથી રદ થયું. શું આ વાત ગળે ઉતરે કે કોઇ ઉમેદવાર ફોર્મમાં પાર્ટીનું નામ ભૂલી જાય. કહેવાઇ રહ્યું છે કે કોંગ્રેસના ઉમેદવાર હાલ ફિરોઝ મલેકને સપોર્ટ કરી રહ્યા છે. 

02

ઉપરોક્ત બન્ને ઘટનાઓ પરથી કોઇ ચોક્કસ તારણ પર આવી શકાય તેમ નથી છતાંય કેટલાક સંકેતો ચોક્કસ મળે છે કે કોંગ્રેસ અને આપના ઉમેદવારો જ્યાં શક્ય હોય ત્યાં એકબીજાને મદદ કરી રહ્યા છે. કદાચ બન્નેની એવી ગણતરી હોય કે કોઇ રીતે ભાજપને હરાવવું. જો એકબીજાને મદદ કરવાથી ભાજપ હારતું હોય તો કરી લેવી. કારણ કે એક વાત સ્પષ્ટ છે કે ઘણી જગ્યાએ બન્ને એકબીજા સામે લડીને કોઇને ફાયદો થતો નથી. અંતે ભાજપ જ જીતે છે. એટલે જે પણ જગ્યાઓએ જીતવાની શક્યતા હોય ત્યાં ત્યાં અંદર અંદર સેટિંગ કરી લેવું જેથી ભાજપને હરાવી શકાય. કારણ કે આવું કરવામાં બન્નેએ કંઇક વધારે ગુમાવવાનું નથી. 

ગુજરાત ભાજપનો ગઢ હોવા ઉપરાંત તેની સંગઠનની શક્તિ, મોટી માત્રામાં ફંડ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાને કારણે ચૂંટણીઓ જીતવી તો મુશ્કેલ જ છે પરંતુ જ્યાં જ્યાં શક્યતા હોય ત્યાં સેટિંગ કરી લેવું. ભલે બહાર એકબીજા સામે લડતા દેખાય પરંતુ અંદર અંદર સાથ આપતા હોય તેવું શક્ય છે.

પ્રાંતિજ ખાતે એ.પી.જવેલર્સ સાબરકાંઠા-અરવલ્લી જિ

Leave a Reply

error: Content is protected !!