fbpx

મહિલાએ ભીખ આપવાની જગ્યાએ મહિલાને 5000ની પગારવાળી નોકરી ઓફર કરી, ઓફરનો આવો જવાબ આપ્યો!

Spread the love

મહિલાએ ભીખ આપવાની જગ્યાએ મહિલાને 5000ની પગારવાળી નોકરી ઓફર કરી, ઓફરનો આવો જવાબ આપ્યો!

આખી દુનિયામાં દરરોજ હજારો વીડિયોઝ, રીલ્સ અને મીમ્સ ઓનલાઈન શેર કરવામાં આવે છે. આમાંથી ઘણા વાયરલ થાય છે, અને કેટલાક એવા હોય છે કે જે લોકો પર કાયમી છાપ છોડી જતા હોય છે. કેટલાક લોકો તેમના રીલ્સ અને વીડિયોઝ દ્વારા સામાજિક દુષણો, ગંભીર મુદ્દાઓ અને સમસ્યાઓને પણ લોકોની સામે લાવતા હોય છે. આવો જ એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં, એક મહિલા તેના બાળકો સાથે રસ્તાઓ પર ભીખ માંગતી મહિલાઓને નોકરીની ઓફર કરતી જોવા મળે છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર @gharkekalesh હેન્ડલ દ્વારા એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. કેપ્શનમાં લખ્યું છે, એક મહિલા રસ્તા પર ભીખ માંગતી કેટલીક મહિલાઓને મળે છે અને તેમાંથી એકને રૂ. 5,000 પ્રતિ માસ નોકરીની ઓફર આપે છે. તેઓ ના પાડી દે છે અને ભીખ માંગવાનું ચાલુ રાખે છે. શું આ તેમની પોતાની પસંદગી છે કે મજબૂરી?

જે રીતે કારમાં બેઠેલી એક મહિલા નાના બાળકો સાથે રસ્તાઓ પર ભીખ માંગતી મહિલાઓને દર મહિને 5,000 રૂપિયાની નોકરીવાળી ઓફર આપે છે. વીડિયોમાં, કારમાં બેઠેલી મહિલા તેમને સમજાવતી જોવા મળે છે કે, તેઓ કંઈ પણ કામ કરી શકે છે, કોઈપણ કામ, કોઈના ઘરની સાફ સફાઈ કરવી, અથવા તો વાસણો સાફ કરવા, ઘરમાં પોતું મારવું, કઈ પણ કરો પરંતુ ભીખ ન માગો.

મહિલા કહે છે, ‘તમે લોકો હજુ જુવાન છો. મહેનત કરો, પૈસા કમાઓ. આવી રીતે નાના બાળક સાથે તડકામાં રસ્તા પર ભીખ માંગવી એ સારું કામ નથી. હમણાં મારી સાથે આવો, હું તમને મહિને 5,000 રૂપિયા આપીશ, અને તમે ઘરકામ કરી શકો છો.’ આ સાંભળીને ખોળામાં બાળક હતું તે મહિલાએ જવાબ આપ્યો, ‘મને હમણાં પૈસા આપી દો, હું કાલથી કામ પર આવીશ.’ પછી કારમાં બેઠેલી મહિલાએ કહ્યું, ‘હમણાં ચાલો.’ તેના પર જવાબ આવ્યો હતો કે, ‘હું કાલે આવીશ, મને હમણાં આ પૈસા આપી દો.’

આ વીડિયોએ ટિપ્પણી વિભાગમાં વપરાશકર્તાઓમાં ચર્ચા જગાવી. કેટલાક લોકોએ તેને એક મોટો મુદ્દો ગણાવ્યો અને પૂછ્યું કે લોકો ભીખ કેમ માંગે છે. આની અંદર એકદમ ઊંડે સુધી જઈને તેમના આ ભીખ માંગવાના વાસ્તવિક કારણ શોધવાની જરૂર છે. જ્યારે અન્ય લોકોએ નોકરી ઓફર કરનાર મહિલાની પ્રશંસા કરી. તેઓએ લખ્યું કે, ઓછામાં ઓછું આ મહિલાએ આ સમસ્યાને ટાળવાને બદલે તેનો સારી રીતે રજુ કરી હતી અને તેમને નોકરીની ઓફર કરી હતી, ભલે તે ફક્ત 5,000 રૂપિયા પ્રતિ માસ કેમ ન હોય. બીજા એક યુઝરે નોકરીની ઓફર પ્રત્યે મહિલાના અભિગમની ટીકા કરી હતી.

Leave a Reply

error: Content is protected !!