fbpx

પ્રાંતિજના પઠાણ ફરહાન ખાને ધોરણ-10માં મેળવી શાનદાર સફળતા

Spread the love

પ્રાંતિજના પઠાણ ફરહાન ખાને ધોરણ-10માં મેળવી શાનદાર સફળતા
     


તાજેતરમાં જાહેર થયેલા ધોરણ-10 બોર્ડ પરીક્ષાના પરિણામોમાં પ્રાંતિજ બહારકોટ મુસ્લિમ સમાજના તેજસ્વી વિદ્યાર્થી પઠાણ ફરહાન ખાન ઇરફાન ખાને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને પરિવાર, સમાજ અને શાળાનું નામ ગૌરવંતિત કર્યું છે ફરહાન ખાને પોતાની મહેનત, નિયમિત અભ્યાસ અને આત્મવિશ્વાસના બળ પર નોંધપાત્ર સફળતા મેળવી છે


ફરહાન ખાને વિષયવાર પણ ખૂબ જ ઉત્તમ ગુણ પ્રાપ્ત કર્યા છે ખાસ કરીને સામાજિક વિજ્ઞાન વિષયમાં તેણે 100 માંથી 100 પૂર્ણ ગુણ મેળવી અનોખી સિદ્ધિ હાંસલ કરી છે ઉપરાંત ગણિતમાં 96 અને વિજ્ઞાનમાં 95 ગુણ મેળવી પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો છેકુલ પરિણામમાં ફરહાન ખાને 92 ટકા સાથે 9694 પીઆર મેળવી ટોચના વિદ્યાર્થીઓમાં સ્થાન મેળવ્યું છે તેની આ સિદ્ધિથી પ્રાંતિજ બહારકોટ મુસ્લિમ સમાજમાં ખુશીનો માહોલ છવાયો છે સમાજના આગેવાનો અને શિક્ષકોએ ફરહાનને અભિનંદન પાઠવી તેની મહેનતને બિરદાવી છેસમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે ફરહાનની આ સફળતા અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ સાબિત થશે પરિવારજનો, મિત્રો અને સ્નેહીઓ દ્વારા ફરહાન પર શુભેચ્છાઓનો વરસાદ વરસી રહ્યો છેફરહાન ખાને પોતાની સફળતાનો શ્રેય માતા-પિતાના આશીર્વાદ, શિક્ષકોના માર્ગદર્શન અને સતત મહેનતને આપ્યો હતો

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!