fbpx

1 જૂનથી આ કંપનીની કાર 30 હજાર રૂપિયા સુધી મોંઘી થશે

Spread the love

1 જૂનથી આ કંપનીની કાર 30 હજાર રૂપિયા સુધી મોંઘી થશે

જો તમે નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારે વધુ ખર્ચ કરવો પડશે. દેશની સૌથી મોટી ઓટોમોબાઈલ કંપની મારુતિ સુઝુકીએ પોતાની ગાડીઓની કિંમતમાં ભાવ વધારાની જાહેરાત કરી દીધી છે. કંપની 1 જૂનથી તેની કારના ભાવમાં વધારો કરી રહી છે. કંપનીની કાર હવે રૂ. 30,000 સુધી મોંઘી થશે.

બ્રાન્ડે આ ભાવ વધારાનું કારણ વધતી જતી મોંઘવારી અને ખર્ચમાં સતત આવતો વધારો ગણાવ્યો છે. કંપનીએ જણાવ્યું છે કે, 1 જૂન, 2026થી તેની કારના ભાવમાં રૂ. 30,000 સુધીનો વધારો થશે. કંપનીએ હજુ સુધી તમામ મોડેલના ભાવ જાહેર કર્યા નથી.

Maruti Suzuki-Prices Hike

મારુતિએ જણાવ્યું હતું કે, ‘છેલ્લા કેટલાક મહિનાઓથી, કંપની ખર્ચની અસરને ઘટાડવા માટે ખર્ચ ઘટાડવાના પગલાં પર સતત કામ કરી રહી છે, જેનાથી ગ્રાહકો પર બોજ ઓછો પડે.’ જોકે, વધતા ખર્ચને કારણે હવે કંપનીને ભાવ વધારવાનો નિર્ણય લેવાની ફરજ પડી છે.

ભારતીય બજારમાં કારના ભાવ સતત વધી રહ્યા છે. વર્ષમાં એક કે બે વાર કિંમતોમાં વધારો થતો હતો, પરંતુ હવે આ ટ્રેન્ડ અમુક મોડેલો માટે માસિક ભાવ વધારો બની ગયો છે. આ પહેલા, મહિન્દ્રાએ તેની SUVના ભાવમાં વધારો કર્યો હતો. આ વધારો એપ્રિલ 2026માં થયો હતો.

Maruti Suzuki-Prices Hike

મહિન્દ્રાએ પોતાના વાહનોના ભાવમાં 2.5 ટકા સુધીનો વધારો કર્યો છે. બ્રાન્ડના પોર્ટફોલિયોની સરેરાશ કિંમતમાં આશરે 1.6 ટકાનો વધારો થયો છે. મહિન્દ્રાએ ભાવ વધારા માટે ઇનપુટ અને ઓપરેટિંગ ખર્ચનો પણ ઉલ્લેખ કર્યો હતો.

આ ઉપરાંત, ટાટા મોટર્સે પોતાના વાહનોની કિંમતમાં વધારો 1 એપ્રિલ, 2026થી અમલમાં મુક્યો છે. કંપનીએ તેની કારના ભાવમાં સરેરાશ 0.5 ટકાનો વધારો કર્યો હતો. કંપનીએ આ વધારા માટે ઇનપુટ ખર્ચનો પણ ઉલ્લેખ કર્યો હતો.

Maruti Suzuki-Prices Hike

ગયા વર્ષે સપ્ટેમ્બરમાં થયેલા GST ઘટાડાના ફાયદા જે ગ્રાહકોને મળી રહ્યા હતા, તે હવે લગભગ ખતમ થઈ ગયા છે. તે સમયે, સરકારે 4 મીટરથી નાના વાહનો અને 1200 cc સુધીના પેટ્રોલ એન્જિન અને 1.5 લિટર સુધીના ડીઝલ એન્જિનવાળા વાહનોને 18 ટકા ટેક્સ બ્રેકેટ હેઠળ મૂક્યા હતા.

આ ઉપરાંત, મારુતિ સુઝુકીએ તેની નાની કાર માટે પણ અલગથી ભાવ ઘટાડો બહાર પાડ્યો હતો. બ્રાન્ડે અલ્ટો K10 અને S-Presso જેવા મોડેલોમાં ઘણો મોટો ઘટાડો કર્યો હતો, જેના કારણે બ્રાન્ડની નાની કારની શરૂઆતની કિંમત રૂ. 3.5 લાખ (એક્સ-શોરૂમ) થઈ ગઈ હતી.

Leave a Reply

error: Content is protected !!