fbpx

ટ્રમ્પના દાવા અને હકીકત: 39 વખત કહ્યું- ઈરાન સાથે ડીલ થવાની છે, દરેક વખતે ખોટું સાબિત થયું

Spread the love

ટ્રમ્પના દાવા અને હકીકત: 39 વખત કહ્યું- ઈરાન સાથે ડીલ થવાની છે, દરેક વખતે ખોટું સાબિત થયું

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર દાવો કરી રહ્યા છે કે તેઓ ઈરાન સાથે ડીલ કરવાની ખૂબ નજીક છે. આ પહેલી વાર નથી જ્યારે ટ્રમ્પે આવા નિવેદનો આપ્યા હોય; તેમણે લગભગ 39 વખત આવા જ દાવા કર્યા છે. CNNના અહેવાલ અનુસાર, યુદ્વ શરૂ થયું ત્યારથી ટ્રમ્પે 39 વખત એવો દાવો કર્યો છે કે ઈરાન સાથે ડીલ નજીક છે, અને એટલી જ વાર, ઈરાને તેમના દાવાઓને ફગાવી દીધા છે.

ગુરુવારે ઈરાને કહ્યું કે, ટ્રમ્પની અગાઉની ડીલ-ઇમિનેંટ (ડીલ થવાની છે) જાહેરાતોની જેમ જ તેમની બધી વાતો અવગણવી જોઇએ. આ વખતે ટ્રમ્પના ડીલના દાવા બાદ ઈરાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બાઘાઈએ જણાવ્યું હતું કે કરારના અહેવાલો ફક્ત અટકળો છે અને હજુ સુધી કંઈપણ નક્કી થયું નથી.

trump

28 ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને ઇઝરાયલે ઈરાન પર મોટા પાયે હુમલા શરૂ કર્યા. તેના જવાબમાં, ઈરાને ઇઝરાયલ અને ગલ્ફ ક્ષેત્રમાં અમેરિકાના સાથી દેશો પર હુમલા કર્યા અને વિશ્વ માટે મહત્ત્વપૂર્ણ દરિયાઇ માર્ગ હોર્મુઝ સ્ટ્રેટને બંધ કરી દીધો હતો. જે તેલ અને લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG)ના વૈશ્વિક પરિવહન માટે એક મહત્ત્વપૂર્ણ દરિયાઈ માર્ગ છે. એપ્રિલમાં યુદ્ધવિરામ સહમતિ થયા બાદ, અમેરિકા અને ઈરાન વચ્ચે છૂટાછવાયા હુમલાઓ ચાલુ રહ્યા છે, જેમાં આ અઠવાડિયે થયેલી બે રાઉન્ડની જવાબી કાર્યવાહીનો સમાવેશ થાય છે. સાથે જ, ટ્રમ્પે વારંવાર ઈરાન સાથે કોઇ કરારની શક્યતા વિશે વાત કરી છે, જોકે ઈરાન પણ પોતાની શરતોથી પાછળ હટવા તૈયાર નથી.

trump3

ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ સંભવિત કરારને ઈઝરાયલ અને અમેરિકા બંને માટે સફળતા તરીકે દર્શાવવાનો પ્રયાસ કર્યો છે. ટ્રમ્પનું કહેવું છે કે ઈરાન પાસે પરમાણુ હથિયાર નહીં હોય, જ્યારે ઈરાન સતત કહેતું આવ્યું છે કે તેનો પરમાણુ કાર્યક્રમ નાગરિક ઉપયોગ માટે છે. જ્યારે, અમેરિકા અને ઈઝરાયલ ઈરાનના પરમાણુ કાર્યક્રમને સંપૂર્ણપણે બંધ કરવાનો આગ્રહ રાખી રહ્યા છે. જેથી ઈરાને સ્પષ્ટપણે ઇનકાર કર્યો છે અને ન હોર્મુઝ સ્ટ્રેટ પર પણ પોતાનો નિયંત્રણ છોડવા પણ તૈયાર નથી. જેના કારણે ટ્રમ્પના દાવા વારંવાર નિષ્ફળ થઈ રહ્યા છે.

Leave a Reply

error: Content is protected !!