fbpx

હોન્ડાએ ભારતમાં 4 નવી બાઇક લોન્ચ કરી; કિંમત ₹10 લાખથી ₹44 લાખ સુધી

Spread the love

હોન્ડાએ ભારતમાં 4 નવી બાઇક લોન્ચ કરી; કિંમત ₹10 લાખથી ₹44 લાખ સુધી

હોન્ડા મોટરસાઇકલ અને સ્કૂટર ઇન્ડિયાએ ભારતીય બજારમાં ચાર નવી બાઇક અને સ્કૂટર લોન્ચ કર્યા છે. કંપનીના આ બધા મોડેલ મોટા કદના છે. બ્રાન્ડે CB750 હોર્નેટ ઇ-ક્લચ અને XL750 ટ્રાન્સએલ્પ ઇ-ક્લચ રજૂ કર્યા છે. સાથે જ, કંપનીએ ગોલ્ડ વિંગને નવા રંગ વિકલ્પો સાથે અપડેટ કરી છે.

કંપનીના પોર્ટફોલિયોમાં બ્રાન્ડની ફ્લેગશિપ મોટરસાઇકલ CBR1000RR-R ફાયરબ્લેડ SP પણ શામેલ છે. જે બ્રાંડની ફ્લેગશિપ ટુ-વ્હીલર છે. આ ચારેય ટૂ-વ્હીલર માટે બુકિંગ શરૂ થઈ ગયું છે અને હોન્ડા બિગવિંગ અને ટોપલાઇન ડીલરશીપ દ્વારા કરી શકાય છે.

આ નવા લોન્ચિંગમાં એક મહત્ત્વપૂર્ણ વાત 750cc પ્લેટફોર્મ સાથે હોન્ડાની ઇ-ક્લચ ટેકનોલોજીનું આવવાનું છે. આ સિસ્ટમ રાઇડર્સને ગિયર શિફ્ટ કરવાના એક મોટા કાર્યમાંથી રાહત આપે છે; એટલે કે તેના કારણે, રાઇડરને મેન્યુલી ક્લચ દબાવવું નહીં પડે. હોન્ડાનું કહેવું છે કે આ ટેકનોલોજી સવારીને સરળ બનાવવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.

CB750 હોર્નેટ ઇ-ક્લચ બ્રાન્ડની મિડલવેઇટ નેકેડ સ્ટ્રીટફાઇટર શ્રેણીની બાઇક છે. તેમાં 755cc પેરેલલ-ટ્વીન એન્જિન આપવામાં આવ્યું છે જે 90.5 HPનો પાવર અને 75 Nm ટોર્ક ઉત્પન્ન કરે છે. તેમાં 5-ઇંચ ફુલ-કલર TFT ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ મળશે. જે હોન્ડા રોડસિંક સ્માર્ટફોન કનેક્ટિવિટી સાથે આવશે.

honda

કિંમત શું છે?

CB750 હોર્નેટ ઇ-ક્લચની કિંમત ₹10.49 લાખ છે. આ બાઇક ગ્રેફાઇટ બ્લેક રંગમાં આવે છે. હોન્ડા XL750 ટ્રાન્સએલ્પ ઇ-ક્લચની કિંમત ₹13.20 લાખ છે અને તે રોસ વ્હાઇટ અને પર્લ ડીપ મડ ગ્રે રંગોમાં આવે છે. CBR1000RR-R ફાયરબ્લેડ SPની કિંમત ₹33.50 લાખ છે અને તે ગ્રાન્ડ પ્રિક્સ રેડ રંગમાં ઉપલબ્ધ થશે. ગોલ્ડ વિંગની કિંમત ₹44.30 લાખ છે અને તે ગનમેટલ બ્લેક મેટાલિક રંગમાં આવે છે.

હોન્ડા CB750 હોર્નેટ ઇ-ક્લચ જેવું જ એન્જિન XL750 ટ્રાન્સાલ્પ ઇ-ક્લચમાં આવે છે. આ એડવેન્ચર ટૂઅર્રનું એન્જિન 90.5 HPનો પાવર અને 75 Nm ટોર્ક જનરેટ કરે છે. બાઇકમાં ડ્યૂઅલ LED હેડલેમ્પ સેટઅપ અને હોન્ડા રોડસિંક ફીચરથી સજ્જ 5-ઇંચ TFT સ્ક્રીન છે.

honda

ગોલ્ડ વિંગ બ્રાન્ડની લક્ઝરી ટુરિંગ બાઇક છે. તેમાં 1833ccનું લિક્વિડ-કૂલ્ડ એન્જિન મળે છે, જે 7-સ્પીડ ડ્યુઅલ-ક્લચ ટ્રાન્સમિશન સાથે આવે છે. તેમાં રિવર્સ અને વૉકિંગ સ્પીડ મોડ્સ, જેવા ફીચર્સ મળે છે. તેમાં વાયરલેસ એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટો કનેક્ટિવિટી જેવી સુવિધાઓ શામેલ છે.

CBR1000RR-R ફાયરબ્લેડ SPની વાત કરીએ તો, તે બાઇક 1000cc ઇનલાઇન-ફોર-સિલિન્ડર એન્જિન સાથે આવે છે, જે 214.5 HP પાવર અને 113 Nm ટોર્ક ઉત્પન્ન કરે છે. બાઇકમાં 5-ઇંચ TFT સ્ક્રીન સહિત અનેક પ્રીમિયમ સુવિધા મળશે.

Leave a Reply

error: Content is protected !!