
છેલ્લા કેટલાક દિવસોથી વેદાંતાના શેર શાનદાર તેજી બતાવી રહ્યા છે. વેદાંતા ગ્રુપના ડિમર્જર પ્લાન હેઠળ અલગ કરવામાં આવેલી ચાર નવી લિસ્ટેડ કંપનીઓમાંથી એક, વેદાંતા આયરન એન્ડ સ્ટીલ લિમિટેડના શેરે 15 જૂને બજારમાં પ્રવેશ્યા પછી માત્ર 14 ટ્રેડિંગ દિવસોમાં આશરે 120% વળતર આપ્યું છે.
આજે આ શેર ₹44.77ની રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચ્યો છે, જે 15 જૂને તેની લિસ્ટિંગ કિંમત ₹20 હતી. કંપનીનું માર્કેટ કેપ પણ દિવસના ₹7800 કરોડથી વધીને વર્તમાન સત્રમાં ₹16974 કરોડ થયું છે. જે બમણાથી પણ વધારે છે. લિસ્ટિંગના દિવસે, અઝીમ પ્રેમજી ઇન્વેસ્ટ દ્વારા સમર્થિત PI ઓપોર્ચ્યુનિટીઝ AIFએ પ્રતિ શેર ₹21.02ના સરેરાશ ભાવે ઓપન માર્કેટ ટ્રાન્ઝેક્શન દ્વારા આશરે ₹૧૦૨ કરોડના મૂલ્યના વેદાંતા આયર્નના શેર ખરીદ્યા.

નિષ્ણાતો શું કહે છે?
બજારના નિષ્ણાતોએ વેદાંતા આયરનમાં નવું રોકાણ કરતા પહેલા રોકાણકારોને સાવધાની રાખવાની સલાહ આપી છે. તેમનું કહેવું છે કે વેદાંતાના ડિમર્જર પછી નવી લિસ્ટેડ કંપની વિશે નિષ્કર્ષ કાઢવાનું હજુ વહેલું ગણાશે.
વેલ્થમિલ્સ સિક્યોરિટીઝના ક્રાંતિ બાથિનીએ કહ્યું હતું કે વેદાંતા ગ્રુપના શેરોમાં મજબૂત તેજી અને અટકળો જોવા મળી રહી છે અને વધુ પૈસા આ શેરોમાં રોકાણ કરવા માટે આવી રહ્યો છે. બાથિનીએ જણાવ્યું હતું કે તેઓ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે થોડા ક્વાર્ટરની રાહ જોશે.

બાથિનીએ કહ્યું હતું કે લાંબા ગાળે આ કંપનીઓનું પ્રદર્શન સારું રહેશે, પરંતુ આ કંપનીઓમાં કોઈપણ પ્રકારનું ગંભીર રોકાણ કરવા માટે ત્રિમાસિક પરિણામો મહત્ત્વપૂર્ણ છે. હું લિસ્ટિંગ પછીના કેટલાક ક્વાર્ટરના પરિણામોની રાહ જોઇશ. બાથિનીએ જણાવ્યું કે હાલમાં ડિમર્જર પછી વેદાંતાના શેર હાલમાં અસ્થિરતા જોવા મળી રહી છે.
બજાર વિશ્લેષક અરુણ કેજરીવાલે જણાવ્યું હતું કે રોકાણકારો હજુ પણ અલગ થયેલી દરેક યુનિટ્સના વાસ્તવિક પ્રાઇઝનું મૂલ્યાંકન કરી રહ્યા છે. તેમના મતે, નવા લિસ્ટેડ વ્યવસાયોની તેમની ગુણવત્તાના આધારે સરખામણી કરતા પહેલા ઓછામાં ઓછા એક ક્વાર્ટરના નાણાકીય પ્રદર્શનનો ડેટા ઉપલબ્ધ હોવો જોઈએ.