રાજ્યમાં મીટર બિલને લઈને છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. કેટલીક જગ્યાએ મસમોટા બિલ પકડાવી દેવામાં આવે છે. જેને કારણે લોકો મુશ્કેલીમાં મુકાઇ જાય છે. એવી જ એક ઘટના ગાંધીનગરથી સામે આવી છે. દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, ગાંધીનગરમાં ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL)એ 3 જુલાઈના રોજ ન્યૂ વાવોલ વિસ્તારમાં આવેલી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના ગુડા આવાસમાં રહેતા એક સામાન્ય લાભાર્થીને વીજ કંપનીએ અચાનક રૂ. 4,97,420.38નું ભારેભરકમ વીજ બિલ પકડાવી દેતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. મહિનાના અંતે હાથમાં આવેલું બિલ જોઈને પરિવારના હોશ ઉડી ગયા છે.
પીડિત લાભાર્થી રણજીત ઠાકુરે જણાવ્યું હતું કે, તેમના ઘરમાં અન્ય મધ્યમવર્ગીય પરિવારોની જેમ જ વીજળીનો વપરાશ થાય છે. મહિનાના અંતે સામાન્ય બિલ આવતું હોય છે, પરંતુ આ વખતે હાથમાં આવેલું બિલ જોઈને પરિવારના હોશ ઉડી ગયા હતા. વીજ કંપની દ્વારા મોકલવામાં આવેલા આ આસમાની બિલના આંકડા જોઈને પરિવાર આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યો છે. ઘરની આર્થિક સ્થિતિ સામાન્ય હોય ત્યારે આટલી મોટી રકમ ક્યાંથી ભરવી તે પ્રશ્ન તેમને મૂંઝવી રહ્યો છે.

આ મામલે સ્થાનિક રહીશોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહેવાસીઓના મતે આ કોઈ ટેકનિકલ ખામી કે મીટર રીડિંગમાં થયેલી ગંભીર ભૂલ હોઈ શકે છે. આટલો મોટો વપરાશ કોઈ સામાન્ય ઘરગથ્થુ મીટરમાં શક્ય જ નથી. આવાસ યોજના હેઠળ રહેતા ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે સરકાર દ્વારા સુવિધા આપવામાં આવે છે, ત્યારે વીજ કંપનીની આ પ્રકારની બેદરકારી તેમને વધુ મુસીબતમાં મૂકી રહી છે. સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ગરીબ માણસોને આવી રીતે હેરાનગતિ કરવી વાજબી નથી. વીજ કંપનીએ ગ્રાહકોની સ્થિતિ સમજવાને બદલે સીધું જ આટલું મોટું બિલ પકડાવી દેતા અધિકારીઓની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે.
પીડિત લાભાર્થીએ આ બાબતે તાત્કાલિક અસરથી UGVCLની કચેરીમાં લેખિત રજૂઆત કરી બિલની પુનઃચકાસણી કરવાની માંગ કરી છે. ખોટી રીતે આવેલું આ બિલ તાત્કાલિક રદ કરીને તેમાં યોગ્ય સુધારો કરવામાં આવે તેવી પરિવારની માંગ છે.

આ અંગે પીડિત રણજીતભાઈએ કહ્યું કે, હું પહેલાં ખાનગી નોકરી કરતો હતો. પરંતુ તબિયત ખરાબ રહેતી હોવાથી હાલ નોકરી કરતો નથી. બિલ મુદ્દે વીજ કંપનીને રજુઆત કરતા કંપનીએ બિલ ચેન્જ કરી આપ્યું છે. હાલ મારું બિલ 4824 આવ્યું છે. જે પેલા પોણા પાંચ લાખનું હતું. ટેકનિકલ ભૂલના લીધે આવું થયું હોવાનું કંપનીનું કહેવું છે. રાજ્યમાં મીટર બિલને લઈને છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. કેટલીક જગ્યાએ મસમોટા બિલ પકડાવી દેવામાં આવે છે. જેને કારણે લોકો મુશ્કેલીમાં મુકાઇ જાય છે. એવી જ એક ઘટના ગાંધીનગરથી સામે આવી છે.
દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, ગાંધીનગરમાં ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL)એ 3 જુલાઈના રોજ ન્યૂ વાવોલ વિસ્તારમાં આવેલી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના ગુડા આવાસમાં રહેતા એક સામાન્ય લાભાર્થીને વીજ કંપનીએ અચાનક રૂ. 4,97,420.38નું ભારેભરકમ વીજ બિલ પકડાવી દેતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. મહિનાના અંતે હાથમાં આવેલું બિલ જોઈને પરિવારના હોશ ઉડી ગયા છે.
પીડિત લાભાર્થી રણજીત ઠાકુરે જણાવ્યું હતું કે, તેમના ઘરમાં અન્ય મધ્યમવર્ગીય પરિવારોની જેમ જ વીજળીનો વપરાશ થાય છે. મહિનાના અંતે સામાન્ય બિલ આવતું હોય છે, પરંતુ આ વખતે હાથમાં આવેલું બિલ જોઈને પરિવારના હોશ ઉડી ગયા હતા. વીજ કંપની દ્વારા મોકલવામાં આવેલા આ આસમાની બિલના આંકડા જોઈને પરિવાર આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યો છે. ઘરની આર્થિક સ્થિતિ સામાન્ય હોય ત્યારે આટલી મોટી રકમ ક્યાંથી ભરવી તે પ્રશ્ન તેમને મૂંઝવી રહ્યો છે.

આ મામલે સ્થાનિક રહીશોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહેવાસીઓના મતે આ કોઈ ટેકનિકલ ખામી કે મીટર રીડિંગમાં થયેલી ગંભીર ભૂલ હોઈ શકે છે. આટલો મોટો વપરાશ કોઈ સામાન્ય ઘરગથ્થુ મીટરમાં શક્ય જ નથી. આવાસ યોજના હેઠળ રહેતા ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે સરકાર દ્વારા સુવિધા આપવામાં આવે છે, ત્યારે વીજ કંપનીની આ પ્રકારની બેદરકારી તેમને વધુ મુસીબતમાં મૂકી રહી છે. સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ગરીબ માણસોને આવી રીતે હેરાનગતિ કરવી વાજબી નથી. વીજ કંપનીએ ગ્રાહકોની સ્થિતિ સમજવાને બદલે સીધું જ આટલું મોટું બિલ પકડાવી દેતા અધિકારીઓની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે.
પીડિત લાભાર્થીએ આ બાબતે તાત્કાલિક અસરથી UGVCLની કચેરીમાં લેખિત રજૂઆત કરી બિલની પુનઃચકાસણી કરવાની માંગ કરી છે. ખોટી રીતે આવેલું આ બિલ તાત્કાલિક રદ કરીને તેમાં યોગ્ય સુધારો કરવામાં આવે તેવી પરિવારની માંગ છે.
આ અંગે પીડિત રણજીતભાઈએ કહ્યું કે, હું પહેલાં ખાનગી નોકરી કરતો હતો. પરંતુ તબિયત ખરાબ રહેતી હોવાથી હાલ નોકરી કરતો નથી. બિલ મુદ્દે વીજ કંપનીને રજુઆત કરતા કંપનીએ બિલ ચેન્જ કરી આપ્યું છે. હાલ મારું બિલ 4824 આવ્યું છે. જે પેલા પોણા પાંચ લાખનું હતું. ટેકનિકલ ભૂલના લીધે આવું થયું હોવાનું કંપનીનું કહેવું છે.