fbpx

સુરતમાં તો ટોઇલેટ સાફ કરવાનું હાર્પિક પણ નકલી વેચાય છે, કોના પર ભરોસો કરવો?

Spread the love

સુરતમાં તો ટોઇલેટ સાફ કરવાનું  હાર્પિક પણ નકલી વેચાય છે, કોના પર ભરોસો કરવો?

સુરત ગ્રામ્ય પોલીસે ડુપ્લિકેટ બ્રાન્ડેડ પ્રોડક્ટ્સ બનાવતા અને વેચતા એક મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. જોળવા ગામમાં દરોડા પાડીને પોલીસે લાખો રૂપિયાનો નકલી મુદ્દામાલ જપ્ત કર્યો છે અને એક આરોપીની અટકાયત કરી છે. સુરત ગ્રામ્ય LCB ટીમે પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ અને પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરી હતી. બાતમીના આધારે, જોળવા ગામના શિવ પેલેસ શોપિંગમાં દરોડા પાડવામાં આવ્યા હતા.

ન્યૂઝ18 ગુજરાતીના અહેવાલ મુજબ, સુરત જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે પલસાણા પોલીસ મથકની હદમાં આવેલા જોળવા ગામના એક શોપિંગ સેન્ટરમાં દરોડા પાડીને જાણીતી બ્રાન્ડ્સના નામે વેચાતો લાખો રૂપિયાનો નકલી માલસામાન ઝડપી પાડ્યો છે. પોલીસે આ મામલે ₹13.22 લાખથી વધુના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ દરોડા દરમિયાન હિન્દુસ્તાન યુનિલિવર, રેકિટ બેન્કિસર અને ઈમામી લિમિટેડ જેવી દેશની પ્રતિષ્ઠિત કંપનીઓના નામે બનાવવામાં આવતી ડુપ્લિકેટ પ્રોડક્ટ્સનો મોટો જથ્થો મળી આવ્યો હતો.

LCB Surat

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, જપ્ત કરાયેલા માલસામાનમાં 430 કેન લાઈઝોલ, 532 કેન હાર્પિક અને મોટી સંખ્યામાં શેમ્પુની બોટલોનો સમાવેશ થાય છે. તપાસમાં સામે આવ્યું છે કે સ્ટીકર અને કેન ઉત્તર પ્રદેશથી લાવવામાં આવતા હતા, અને તેમાં બજારમાંથી લુઝ મટિરિયલ ભરીને ઓનલાઈન વેચવામાં આવતા હતા.

સુરત ગ્રામ્ય LCBની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે જોળવા ગામમાં આવેલા ‘શિવ પેલેસ શોપિંગ’માં દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન હિન્દુસ્તાન યુનિલિવર, રેકિટ બેન્કિસર અને ઈમામી લિમિટેડ જેવી દેશની પ્રતિષ્ઠિત કંપનીઓના નામે બનાવવામાં આવતી ડુપ્લિકેટ પ્રોડક્ટ્સનો મોટો જથ્થો મળી આવ્યો હતો.

fake lysol

આ કૌભાંડ આચરનારા આરોપી વિવેક દીપકભાઈ ફળદુની અટકાયત કરવામાં આવી છે જે હાલમાં કામરેજના શગુન રેસિડેન્સીમાં રહેતો હતો અને મૂળ ખિજડિયા ગામ, કાલાવડ, જામનગરનો રહેવાસી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપી આ નકલી પ્રોડક્ટ્સ તૈયાર કરવા માટે ખાલી કેન અને કંપનીના આબેહૂબ સ્ટીકરો ઉત્તર પ્રદેશથી મંગાવતો હતો.

સ્થાનિક બજારમાંથી સસ્તું લુઝ મટિરિયલ લાવીને આ બોટલોમાં ભરી, બ્રાન્ડેડ પેકિંગ કરીને વિવિધ ઓનલાઈન પ્લેટફોર્મ્સ દ્વારા ગ્રાહકોને પધરાવી દેતો હતો. આ આંતરરાજ્ય કૌભાંડ બહાર આવતા જ પોલીસે સંબંધિત કંપનીઓના લીગલ ઓફિસરોને જાણ કરી દીધી છે. બ્રાન્ડેડ કંપનીઓના નામે ઓનલાઈન છેતરપિંડી આચરતા આ નેટવર્કની જાળ સુરત જિલ્લા અને દક્ષિણ ગુજરાતમાં કેટલી ઊંડી ફેલાયેલી છે, આ કૌભાંડમાં અન્ય કોઈ સ્થાનિક વેપારીઓ સામેલ છે કે કેમ, તથા ઉત્તર પ્રદેશથી ડુપ્લિકેટ મટિરિયલ સપ્લાય કરનારા મુખ્ય સૂત્રધારો કોણ છે તે દિશામાં સુરત ગ્રામ્ય LCB એ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

fake lysol

આ પહેલી વખત નથી, જ્યારે સુરતમાંથી નકલી વસ્તુ મળી આવી હોય. આ અગાઉ પણ નકલી કેશકિંગ શેમ્પુ બ્રાંડેડ કંપનીઓના નામે વેચતા નકલી પાન-મસાલા, બ્યૂટી પ્રોડક્ટ્સ, નકલી ઘી જેવી વસ્તુઓ ઝડપાઇ ચૂકી છે. એવું લાગી રહ્યું છે કે સુરત હવે નકલી વસ્તુઓ બનાવવાનું હબ બની ગયું છે.

Leave a Reply

error: Content is protected !!