fbpx

શેરબજારમાં અચાનક 1,600 પોઈન્ટનો કડાકો, રોકાણકારોના 9 લાખ કરોડ ધોવાયા, કારણ છે ટ્રમ્પ

Spread the love

શેરબજારમાં અચાનક 1,600 પોઈન્ટનો કડાકો, રોકાણકારોના 9 લાખ કરોડ ધોવાયા, કારણ છે ટ્રમ્પ

શેરબજારમાં અચાનક ઉથલપાથલ (ક્રેશ) જોવા મળી છે. અઠવાડિયાના ત્રીજા ટ્રેડિંગ દિવસે બુધવારે ઘટાડા સાથે ખુલ્યા બાદ, ટ્રેડિંગના અંતિમ કલાક દરમિયાન ભારે ઉથલપાથલ થઈ અને BSEનો 30 શેરોવાળો સેન્સેક્સ 1,900 પોઈન્ટથી વધુ, જ્યારે NSEનો 50 શેરોવાળો નિફ્ટી ઇન્ડેક્સ 550 પોઈન્ટથી વધુ ગગડ્યો. લાર્જ-કેપ, મિડ-કેપથી લઇને સ્મોલ-કેપ સુધી દરેક બાજું મોટો ઘટાડો જોવા મળ્યો. આ કડાકાનું સીધી રીતે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કનેક્શન જોવા મળી રહ્યું છે. તેમણે ઈરાનને લઇને એક મોટું નિવેદન આપ્યું છે, જેના કારણે બજાર ક્રેશ થઇ ગયું.

બુધવારે કારોબાર લાલ રંગમાં શરૂ થયો, અને સેન્સેક્સ અને નિફ્ટી બજાર બંધ થયાના એક કલાક પહેલા જ ક્રેશ થઇ  ગયા. BSE સેન્સેક્સ તેના અગાઉના બંધ 78,180ની તુલનામાં નીચા સ્તરે ખુલ્યો અને ટ્રેડિંગના માત્ર પાંચ મિનિટમાં 550 પોઈન્ટથી વધુ ગગડી ગયો હતો. ત્યારબાદ થોડા સમય માટે સામાન્ય ઘટાડા સાથે ટ્રેડિંગ કર્યા બાદ, BSE સેન્સેક્સ બપોરે 2:37 વાગ્યે લગભગ 1,900 પોઈન્ટ ગગડીને 76,277ના સ્તરે પહોંચી ગયો.

share market

સેન્સેક્સની જેમ નિફ્ટી ઇન્ડેક્સની પણ એટલી જ ખરાબ હાલત જોવા મળી. NSE ઇન્ડેક્સમાં 24,398ના પોતાના  બંધની તુલનામાં ખુલતા જ  ગગડીને 24,259 પહર આવી ગયો અને સમાચાર લખવા સુધીમાં તેના ઘટાડાની ગતિ ઝડપી બની. નિફ્ટી 550 પોઈન્ટ ઘટીને 23,845 પર ટ્રેડિંગ કરી રહ્યો હતો.

શેરબજારમાં આ મોટો ઘટાડો ડોનાલ્ડ ટ્રમ્પના એક નિવેદનને પગલે થયો છે, જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે તેઓ ઈરાન સાથે કોઈ નવી સમજૂતી કરવા માંગતા નથી. ઈરાન સાથે કરારોનો સમય પૂરો થઈ ગયો છે અને તેની સાથે વાટાઘાટો સમયનો બગાડ છે. ટ્રમ્પ અહીં જ ન રોકાયા, તેમણે પોતાના નિવેદનમાં તો એમ પણ કહી દીધું કે ઈરાનીઓ બીમાર લોકો છે, હું તેમની તેમની સાથે કરાર કરવા માંગતો નથી. ઈરાન સાથે કોઈ નવો કરાર કરવાની કોઈ ઇચ્છા નથી. મારું માનવું છે કે આ મુદ્દો હવે ખતમ થઈ ગયો છે.

share market

ઈરાન અંગે ટ્રમ્પના નિવેદનની અસર આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલ બજારમાં પણ જોવા મળી. બ્રેન્ટ ક્રૂડના ભાવમાં 6.50%નો તીવ્ર ઉછાળો જોવા મળ્યો, જે પ્રતિ બેરલ $79ની નજીક પહોંચી ગયો, જ્યારે WTI ક્રૂડના ભાવમાં પણ વધારો થયો, જે ફરી એકવાર $75 ની સપાટીને પાર કરી ગયો.

શેરબજારના કડાકા વચ્ચે, બધી શ્રેણીઓમાં ઉથલપાથલ જોવા મળી. BSE લાર્જકેપ કેટેગરીના તમામ 30 શેર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. ઈન્ડિગો (5.50%), મારુતિ (4.60%), HUL (3.50%), બજાજ ફાઇનાન્સ (3.48%), M&M (3.20%), એશિયન પેઇન્ટ્સ (3%) અને BEL (2.90%)ના શેરમાં ઘટાડો જોવા મળ્યો. આ ઉપરાંત, HDFC બેંક, એક્સિસ બેંક, ICICI બેંક, SBI, રિલાયન્સ, અદાણી પોર્ટ્સ, HCL અને TCS જેવા મુખ્ય શેરોમાં 2%થી વધુનો ઘટાડો જોવા મળ્યો.

error: Content is protected !!