fbpx

ગુજરાતમાંથી વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં કેમ વિદેશ ભણવા જઇ રહ્યા છે

Spread the love

ગુજરાતમાંથી વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં કેમ વિદેશ ભણવા જઇ રહ્યા છે

એક અંદાજ મુજબ દર વર્ષે 50,000થી વધુ વિદ્યાર્થીઓ ગુજરાતમાંથી ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવાનું પસંદ કરે છે.  એક સમયે અમેરિકા, બ્રિટન કે ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરવો માત્ર પ્રતિષ્ઠાનો વિષય ગણાતો હતો, પરંતુ આજે વૈશ્વિક ડિગ્રી કરિયર માટેની વ્યૂહાત્મક જરૂરિયાત બની ગઈ છે. આપણે એ છણાવટ કરવા માગીએ છીએ કે ગુજરાતમાંથી વિદ્યાર્થીઓ કેમ વિદેશ જઇ રહ્યા છે. 

જુદા જુદા આંતરરાષ્ટ્રીય અભ્યાસો દર્શાવે છે કે ભારતીય વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ માટે મુખ્યત્વે ત્રણ કારણોને મહત્વ આપે છે—ગ્લોબલ શિક્ષણ, ઇન્ટરેશનલ વેલ્યૂ ધરાવતી ડિગ્રી અને વધુ ઉજ્જવળ કારકિર્દીની તકો. આજના ઝડપી ગ્લોબલાઇઝેશનના સમયમાં સારા કરિયર માટે માત્ર ડિગ્રી પૂરતી નથી; વૈશ્વિક દૃષ્ટિકોણ, ઉદ્યોગ સાથેનો સંપર્ક, સંશોધનનો અનુભવ અને જુદા જુદા કલ્ચર સાથે કામ કરવાની ક્ષમતા પણ એટલી જ મહત્વપૂર્ણ બની ગઈ છે. કારણ કે આજે દુનિયા ખૂબ નાની બની ગઇ છે. 

03

02

ગુજરાતીઓ કેમ આગળ છે?

બીજા બાજુ ગુજરાતનો સ્વભાવ જ વૈશ્વિક છે. વેપાર, ઉદ્યોગ અને ઉદ્યોગસાહસિકતામાં ગુજરાત સદીઓથી હંમેશાં આગળ રહ્યું છે. આજે એ જ વિચારસરણી શિક્ષણમાં પણ જોવા મળી રહી છે. ગુજરાતના વિદ્યાર્થીઓ ભણીને માત્ર નોકરી મેળવવા માટે વિદેશ નથી જતા. તેઓ તો વૈશ્વિક કંપનીઓમાં લીડરશીપ, પરિવારના બિઝનેસને આંતરરાષ્ટ્રીય સ્તરે વિસ્તૃત કરવા અને નવી ટેકનોલોજી સાથે જોડાવા માટે ગ્લોબલ ડિગ્રી પસંદ કરી રહ્યા છે.

ખાસ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ, સાયબર સિક્યોરિટી, ફિનટેક, ગ્રીન એનર્જી, બિઝનેસ મેનેજમેન્ટ, હેલ્થકેર, ડિઝાઇન અને ક્રિએટિવ આર્ટ્સ જેવા ક્ષેત્રોમાં ગ્લોબલ એજ્યુકેશન વિદ્યાર્થીઓને દુનિયાની સ્પર્ધામાં આગળ રાખે છે.

નવો ફેરફાર શું આવ્યો છે?

ફોરેન એજ્યુકેશનમાં હાલના વર્ષોમાં એક મહત્વપૂર્ણ પરિવર્તન પણ થઈ રહ્યું છે. હવે ગ્લોબલ એજ્યુકેશનનો અર્થ માત્ર ચાર કે છ વર્ષ માટે વિદેશ જવું રહ્યો નથી. હાઇબ્રિડ એજ્યુકેશન, ટ્રાન્સનેશનલ એજ્યુકેશન અને આંતરરાષ્ટ્રીય પાથવે પ્રોગ્રામ્સના કારણે વિદ્યાર્થીઓ ઓછા ખર્ચે અને વધુ ફ્લેક્સિબલ રીતે ગ્લોબલ ડિગ્રી મેળવી શકે છે. આજે ઓસ્ટ્રેલિયા જેવી અનેક યુનિવર્સિટીઓ સાથે જોડાયેલા પાથવે મોડલ્સ દ્વારા વિદ્યાર્થીઓ સિંગાપુર જેવા એશિયન એજ્યુકેશન હબમાં અભ્યાસ શરૂ કરીને આગળ ઓસ્ટ્રેલિયન ડિગ્રી તરફ આગળ વધી શકે છે.ભારતની નવી શિક્ષણ નીતિ (NEP 2020)પણ ઉચ્ચ શિક્ષણના આંતરરાષ્ટ્રીયકરણને પ્રોત્સાહન આપે છે. 

03

On Track Education તરીકે અમારો અનુભવ કહે છે કે આજે વિદ્યાર્થીઓને માત્ર એડમિશનની જરૂર નથી, પરંતુ યોગ્ય દિશાની જરૂર છે. દરેક વિદ્યાર્થી માટે એક જ દેશ કે એક જ કોર્સ યોગ્ય હોઈ શકે નહીં. તેના સપના, ક્ષમતા, બજેટ અને કારકિર્દીના લક્ષ્યોને અનુરૂપ માર્ગ પસંદ કરવો એ જ સાચું કાઉન્સેલિંગ છે.

વેપારમાં પાવરઘા ગુજરાતીઓ માટે ગ્લોબલ ડિગ્રી હવે માત્ર અમીરીનું પ્રતીક નથી, પરંતુ જ્ઞાન, કુશળતા અને વૈશ્વિક તકોમાં કરવામાં આવતું સૌથી મૂલ્યવાન રોકાણ છે. આવનારા દાયકામાં સફળતા તેમની હશે, જેઓ માત્ર ડિગ્રી નહીં, પરંતુ વૈશ્વિક વિચારસરણી સાથે શિક્ષણ પસંદ કરશે.

Leave a Reply

error: Content is protected !!