fbpx

પ્રાંતિજની ‘જુગલજોડી’નું અનોખું સેવાકાર્ય: દિવસ રોજગાર માટે, રાત અબોલા જીવની સુરક્ષા માટે

Spread the love

પ્રાંતિજની ‘જુગલજોડી’નું અનોખું સેવાકાર્ય: દિવસ રોજગાર માટે, રાત અબોલા જીવની સુરક્ષા માટે
પોતાની બચતમાંથી ખરીદે છે રેડિયમ બેલ્ટ; રાત્રે હાઇવે અને એપ્રોચ રોડ પર શ્વાનોને અકસ્માતથી બચાવવા ચલાવે છે અભિયાન


પ્રાંતિજની ‘જુગલજોડી’નું અનોખું સેવાકાર્ય: દિવસ રોજગાર માટે, રાત અબોલા જીવની સુરક્ષા માટે

સમાજસેવાનો સાચો અર્થ પ્રસિદ્ધિ મેળવવો નહીં, પરંતુ કોઈના જીવનમાં સુરક્ષા અને આશાનું કિરણ બનવો છે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના રોહિત ભોઇ, અમિતભોઇ, કૃણાલભોઇ અને રવિભોઇ ચાર યુવાન મિત્રોએ આ વાતને પોતાના કાર્યથી સાબિત કરી બતાવી છે દિવસ દરમિયાન પોતાના ધંધા-રોજગારની જવાબદારીઓ નિભાવ્યા બાદ આ ચારેય મિત્રો દરરોજ રાત્રે રિક્ષા લઈને પ્રાંતિજ એપ્રોચ રોડ અને હાઇવે પર નીકળી પડે છે તેમનો એક જ હેતુ હોય છે—રખડતા શ્વાનોને માર્ગ અકસ્માતનો ભોગ બનતા બચાવવાનો


પ્રાંતિજના ચાર યુવાન મિત્રોની અનોખી સમાજસેવા.

રાત્રિના અંધકારમાં રસ્તા પર ફરતા કે વચ્ચે બેસી રહેતા શ્વાનો અનેક વખત ગંભીર અકસ્માતનું કારણ બને છે. ખાસ કરીને ચોમાસામાં વરસાદથી બચવા માટે શ્વાનો રસ્તાની ગરમ સપાટી પર બેસી રહેતા હોવાથી અકસ્માતની સંભાવના વધી જાય છે. આવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ યુવાનોએ અનોખું અભિયાન શરૂ કર્યું છે.


દિવસ દરમિયાન રોજગાર, રાત્રે અબોલા જીવની સુરક્ષા.

સૌપ્રથમ તેઓ શ્વાનોને પારલે-જી બિસ્કિટ ખવડાવી વિશ્વાસમાં લે છે. ત્યારબાદ તેમના ગળામાં ખાસ પ્રકારની રેડિયમ બેલ્ટ બાંધવામાં આવે છે. રાત્રે વાહનોની હેડલાઇટનો પ્રકાશ પડતાં આ બેલ્ટ દૂરથી ચમકે છે. પરિણામે વાહનચાલકોને અગાઉથી જ શ્વાન દેખાઈ જાય છે, તેઓ વાહનની ગતિ ધીમી કરે છે, હોર્ન વગાડે છે અથવા સાવચેતીપૂર્વક વાહન પસાર કરે છે. આ સરળ પરંતુ અસરકારક પ્રયાસથી અબોલા જીવનું જીવન બચી રહે છે અને સાથે વાહનચાલકો પણ અકસ્માતથી સુરક્ષિત રહે છે.


પોતાની બચતમાંથી રેડિયમ બેલ્ટ ખરીદી શ્વાનોના ગળામાં બાંધે છે.

આ સમગ્ર સેવાકાર્યમાં સૌથી પ્રેરણાદાયી બાબત એ છે કે આ અભિયાન માટે જરૂરી રેડિયમ બેલ્ટ કોઈ દાતા કે સંસ્થાની સહાયથી નહીં, પરંતુ ચારેય મિત્રો પોતાની મહેનતની કમાણી અને પોકેટ મનીમાંથી ઓનલાઈન મંગાવે છે. કોઈ પ્રચાર, સન્માન કે પ્રસિદ્ધિની અપેક્ષા વિના તેઓ સતત આ કાર્યને આગળ વધારી રહ્યા છે. તેમની દૃષ્ટિએ દરેક અબોલા જીવનું જીવન કિંમતી છે અને તેને બચાવવું એ જ સાચી સમાજસેવા છે.


આજે સોશિયલ મીડિયાના યુગમાં સમાજસેવાના અનેક દાવા જોવા મળે છે, પરંતુ પ્રાંતિજના આ યુવાનો કોઈ કેમેરા કે લાઇમલાઇટ વગર નિઃસ્વાર્થ ભાવથી જીવદયા અને માર્ગ સુરક્ષાનું ઉત્તમ કાર્ય કરી રહ્યા છે. તેમની આ પહેલ સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ છે અને અન્ય યુવાનોને પણ પોતાની ક્ષમતા મુજબ સમાજ માટે કંઈક સકારાત્મક કરવાની પ્રેરણા આપે છે.
પ્રાંતિજની આ ‘જુગલજોડી’એ રોહિત ભોઇ, અમિતભોઇ, કૃણાલભોઇ અને રવિભોઇ સાબિત કર્યું છે કે સેવા માટે મોટા સંસાધનોની નહીં, પરંતુ મોટું હૃદય અને નિઃસ્વાર્થ ભાવનાની જરૂર હોય છે. આવા યુવાનો સમાજમાં માનવતા, કરુણા અને સામાજિક જવાબદારીના જીવંત ઉદાહરણ બની રહ્યા છે.

હાઇવે અને એપ્રોચ રોડ પર અકસ્માત ઘટાડવાનો પ્રયાસ.

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!