fbpx

કલેક્ટર બહાર હતા, હાજરી તપાસવા એપ ખોલી અને 141 ડોકટરો-અધિકારીઓ ગેરહાજર હતા, કુલ 848 દિવસનો પગાર કાપી લીધો

Spread the love

કલેક્ટર બહાર હતા, હાજરી તપાસવા એપ ખોલી અને 141 ડોકટરો-અધિકારીઓ ગેરહાજર હતા, કુલ 848 દિવસનો પગાર કાપી લીધો

મધ્યપ્રદેશના દમોહ જિલ્લાના કલેક્ટરે જિલ્લાના 141 ડોકટરો અને અધિકારીઓ સામે ખુબ મોટી કાર્યવાહી કરી છે, તેમણે સાર્થક એપની કરેલી તપાસમાં આ તમામે ડિજિટલ હાજરીની અવગણના કરી હતી. આ પ્રત્યે કડક વલણ અપનાવતા, નિરીક્ષણ દરમિયાન ગેરહાજર મળેલા તમામનો કલેક્ટરે કુલ 848 દિવસનો પગાર કાપી લીધો હતો.

મધ્યપ્રદેશના દમોહ જિલ્લામાં, કલેક્ટર પ્રતાપ નારાયણ યાદવે સરકારી તંત્રમાં સુસ્તી અને ઓફિસમાં મોડેથી આવાના વલણને દૂર કરવા માટે કડક અને સખ્ત કાર્યવાહી કરી છે. કલેક્ટરને તેમની વિસ્તારની મુલાકાત દરમિયાન જાણવા મળ્યું કે, અનેક વિભાગોમાં અધિકારીઓ, કર્મચારીઓ અને ડોકટરો સાર્થક એપ પર ડિજિટલ હાજરી નોંધાવી રહ્યા નથી અને સરકારી નિર્દેશો છતાં ફરજ પરથી ગેરહાજર રહ્યા હતા.

Damoh Collector

ત્યાર પછી પોતાનો પાવર બતાવતા, જિલ્લા કલેક્ટરે ડિજિટલ રેકોર્ડની તપાસ કરી અને સાર્થક એપની અવગણના કરનારા 141 અધિકારીઓ અને કર્મચારીઓ પર એક સાથે કાર્યવાહી કરી હતી.

જ્યારે વહીવટીતંત્રે ડિજિટલ રેકોર્ડના આધારે ગેરહાજરીના સમયગાળાની ચકાસણી કરી, ત્યારે તેઓની બેદરકારી સામે આવી હતી. કલેક્ટરની સૂચના પર, આ કર્મચારીઓ જેટલા દિવસો ગેરહાજર રહ્યા તેટલા દિવસનો તેમના પગારમાં કાપ મૂકવામાં આવ્યો. 141 કર્મચારીઓનો કુલ 848 દિવસનો પગાર કાપી લેવામાં આવ્યો. આટલો મોટો ઝટકો મળ્યા પછી જિલ્લાની તમામ કચેરીઓમાં ગભરાટ ફેલાઈ ગયો છે.

દામોહ કલેક્ટરે સ્પષ્ટ ચેતવણી આપી છે કે, ડોકટરો અને કારકુનો દ્વારા કરવામાં આવતી આ મનસ્વી વર્તણૂક દર્દીઓ, મહિલાઓ અને સામાન્ય નાગરિકોને ઓફિસોમાં આંટા ફેરા કરવા માટે મજબૂર કરવામાં આવે છે, જે કોઈપણ ભોગે સહન કરવામાં આવશે નહીં.

Damoh Collector

સાર્થક એપ ફરજિયાત: હવે, જિલ્લાના દરેક વિભાગમાં મોબાઇલ એપ દ્વારા જ ચેક-ઇન અને ચેક-આઉટ કરવું ફરજીયાત રહેશે.

મહત્વપૂર્ણ અસર: આ કડક કાર્યવાહી પછી, અધિકારીઓ અને ડોકટરો હવે સેવાઓ પૂરી પાડવા માટે સમયસર ઓફિસો અને હોસ્પિટલોમાં પહોંચી રહ્યા છે.

કર્મચારી સંગઠનો તરફથી ખાતરી: આ કડક કાર્યવાહી પછી, કર્મચારી સંગઠનોના પ્રતિનિધિઓએ પણ કલેક્ટર સાથે મુલાકાત કરી અને તેમને ખાતરી આપી કે ભવિષ્યમાં દરેક વ્યક્તિ સમયનું પાલન કરશે.

Leave a Reply

error: Content is protected !!