
સુરતની ઓળખ દુનિયભારમા ડાયમંડ અને ટેક્સટાઇલ સિટી તરીકેની છે. પરંતુ હવે સુરત આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)ના ક્ષેત્રમાં પણ જાણીતુ બની જશે. સુરતની એક સ્ટાર્ટએપ કંપની છે જેનું નામ રોકેટ છે એ ખુબ જ મોટા ફડીંગ રાઉન્ડની નજીક પહોંચી ગયું છે. જો આ ડીલ પુરી થશે તો રોકેટ કંપનીને 40થી 50 મિલિયન ડોલર એટલે કે 340થી 425 કરોડ રૂપિયાનું રોકાણ મળશે અને એ રોકાણ મળતાની સાથે જ કંપનીની વેલ્યુએશન 500 મિલિયન ડોલર એટલે કે 4300 કરોડ રૂપિયા થઇ જશે.
સુરતના 3 યુવાનો વિશાલ વિરાણી, રાહુલ શિંગાળા અને દીપક ધાનકે રોકેટ કંપની બનાવી છે જે AI આધારિત એપ અને વેબસાઇટ ડેવલપીંગ કંપની છે. અત્યારે 180 દેશોમાં કામ કરે છે અને 4 લાખથી વધારે યૂઝર્સ જોડાયેલા છે.