પ્રાંતિજ વિધાનસભાને ઐતિહાસિક વિકાસની ભેટ
– સાબરમતી પર ₹૩૪૧.૦૮ કરોડના ગેડ બેરેજના નિર્માણને મંજૂરી
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ વિધાનસભા મતવિસ્તાર માટે ઐતિહાસિક વિકાસની વધુ એક મહત્વપૂર્ણ ભેટરૂપે સાબરમતી નદી ઉપર ₹૩૪૧.૦૮ કરોડ (₹૩,૪૧,૦૮,૨૧,૫૭૪) ના ખર્ચે ગેડ બેરેજના નિર્માણ કાર્યને મંજૂરી મળતાં વિસ્તારમાં આનંદની લાગણી વ્યાપી છે






આ અંગે પ્રાંતિજ-તલોદ ના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તેમજ જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારે જણાવ્યું હતું કે ₹૩૪૧.૦૮ કરોડના ખર્ચે નિર્માણ પામનાર ગેડ બેરેજ પ્રાંતિજ વિધાનસભા સહિત સમગ્ર વિસ્તારના ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. આ યોજના અમલમાં આવતાં જળસંચયમાં નોંધપાત્ર વધારો થશે, ભૂગર્ભ જળસ્તર ઊંચું આવશે, સિંચાઈની સુવિધાઓ વધુ મજબૂત બનશે તેમજ પીવાના પાણીની ઉપલબ્ધિમાં વધારો થશે. ઉપરાંત કૃષિ, પશુપાલન અને સમગ્ર વિસ્તારના આર્થિક વિકાસને નવી ગતિ મળશેતેમણે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત સરકારના વિકાસલક્ષી અભિગમ અને જનકલ્યાણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું આ વધુ એક ઉત્તમ ઉદાહરણ છે. પ્રાંતિજ વિધાનસભાના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા સતત આપવામાં આવતા માર્ગદર્શન, સહયોગ અને વિકાસલક્ષી નિર્ણયો બદલ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી તથા જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીનો ફરી એકવાર હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ગેડ બેરેજની આ ઐતિહાસિક યોજના માત્ર પ્રાંતિજ વિધાનસભા જ નહીં, પરંતુ સમગ્ર જિલ્લાના જળસંચય, કૃષિ વિકાસ અને સર્વાંગી પ્રગતિ માટે મજબૂત પાયો સાબિત થશે અને વિકાસની નવી દિશા સ્થાપિત કરશેફોટા મોકલેલ છે
જીલ રાવલ સાબરકાંઠા