fbpx

ટ્રેનમાંથી સોનાનું મંગળસૂત્ર અને રોકડની ચોરી, કોર્ટે કહ્યું- મુસાફરને રૂપિયા ચૂકવો

Spread the love

ટ્રેનમાંથી સોનાનું મંગળસૂત્ર અને રોકડની ચોરી, કોર્ટે કહ્યું- મુસાફરને રૂપિયા ચૂકવો

પંજાબનું એક દંપતિ 14 ડિસેમ્બર 2021ના દિવસે ડિબ્રુગઢથી નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસમાં મુસાફરી કરી રહ્યું હતું તેમણે થર્ડ એસી કોચમા રિઝર્વેશન કરાવ્યુ હતું. મુસાફરી દરમિયાન તેમની એક બેગ ચોરાઇ ગઇ જેમાં સોનાનું મંગળસૂત્ર જેની કિંમત 65000 રૂપિયા હતી અને 5000 રોકડા હતા.

દંપતિએ પહેલા કોચ એટેન્ડન્ટની શોધવાનુ શરૂ કર્યુ પરંતુ કોઇ મળ્યુ નહીં તો પછી RPFને ફરિયાદ નોંધાવી અને કહ્યુ કે, દિલ્હી ઉતરતાની સાથે ઝીરો FIR નોંધાવશે.

દંપતિએ ગ્રાહક કોર્ટમા કેસ કર્યો હતો અને ઉત્તર રેલવેને 70000 ઉપરાંત 10000 રૂપિયા માનસિક ત્રાસ અને વેદના પેટે મળીને કુલ 80000 રૂપિયા ચૂકવવા આદેશ કર્યો છે. ઉત્તર રેલવેએ જવાબ આપ્યા હતો કે કોઇ બેદકરારી થઇ નહોતી. પરંતુ કોર્ટે કહ્યુ કે, બેદરકારી થઇ છે.

error: Content is protected !!